Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ] સાનુવા
૪૧૧ મુનિ ઊભેલા દેખાયા. તેમની પાસે જઈ તેણે સવિનય પૂછયું કે મારા જેવા દુઃખીને આપઘાત કરતાં આપ શા સારૂ અટકાવે છે? મુનિશ્રીએ જવાબ દીધા કે અપઘાત કરવાથી જે સુખ તું ચાહે છે તે મેળવી શકીશ નહિ, કિન, ઉલટે વધારે દુઃખી થઈશ. જેમ પર ઘાત કરવાથી પાપ લાગે છે, તેમ પિતાની હત્યા કરવાથી પણ પાપ જ લાગે છે, વાતે તું જે સુખને અભિલાષી હેય, તે આ લેકમાં અને પરલેસાં સુખકારી સંયમનું આરાધન કર. આ વાત નન્દિષેણુને ગળે ઉતરી, તેથી તેણે તે મુનિરાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. સારો અભ્યાસ કરી તેઓ ગીતાર્થ થયા. વળી તેમણે એ ઘેર અભિગ્રહ લીધો કે મારે છઠે છેઠે પારણું કરવું એટલું જ નહિ પરંતુ પારણાના દિવસે પણ આયંબિલ (આચાર્મ્સ) કરવું. વિશેષમાં ગામમાં કે આસપાસ જે કઈ બાળ, વૃદ્ધ કે માંદા મુનિ હોય તેની સેવા કર્યા પછી જ પારણું કરવું.
એક દિવસે અવધિજ્ઞાનથી આ અભિગ્રહથી વાકેફગાર થયેલા ઈન્દ્ર સભામાં નનિદણની દઢતા વિષે પ્રશંસા કરી. બે મિથ્યાત્વી દેવે આ વાત માન્ય ન કરતાં પરીક્ષા કરવા માટે આ લેકમાં ઉતરી આવ્યા. બન્ને જણે મુનિનું રૂપ લીધું. તેમાંથી એક માં બન્યો અને બીજો દેડતે દોડતે પારણું કરવાની તૈયારીમાં એવા નર્દિષેણ સમીપ આવી કહેવા લાગ્યું કે વાહ રે! ગામ બહાર સાધુ માંદા પડયા છે અને તે તે તારા અભિગ્રહને કેરે મૂકી પારણું કરવા બેઠો છે ! આ સાંભળી આહારનું પાત્ર મૂકી નર્દિષેણુ ઊડ્યા અને માંદા સાધુને માટે પ્રાસુક (નિર્જીવ) જળ લાવવા નીકળ્યા. જ્યાં જ્યાં તેઓ જાય ત્યાં ત્યાં પેલે માયાવી સાધુ જળને દૂષિત કરતે ગયે. આખરે ઘણે ઘેર ભટકયા પછી તેમને ગ્ય જળ મળ્યું. તે લઈ તેઓ માંદા સાધુ પાસે આવ્યા. આ સાધુને અતિસારનું દરદ હેવાથી નદિષેણ તેના માલિન અંગને ઘેવા લાગ્યા એટલે તે દેવતાએ માયાથી તેમાં અતિશય દુર્ગન્યને પ્રસાર કર્યો, પરંતુ મુનિરાજ અકળાયા નહિ. તેઓ તે આ માંદા સાધુને ઉપાશ્રયે લઈ જવા તૈયાર થયા. પિતાની ખાંધે આ સાધુને બેસાડી તેમણે ચાલવા માંડયું. રસ્તામાં ભર બજાર વચ્ચે માયાવી દેવે એમને વિણાથી લીપી નાંખ્યા, છતાં તેની જગસા ન કરતાં તેઓ તેને પિતાને સ્થાનકે લઈ આવ્યા. વિશેષમાં આ મુનિ માટે તેઓ હજી આષધ લાવી શક્યા નથી એમ વિચાર કરી તેઓ પિતાને કમનસીબ માનવા લાગ્યા. આ પ્રમાણેના તેમના સુદઢ અને સુન્દર મનેભાવ જોઈ પરીક્ષા માટે આવેલા દેવતાઓ ખુશી થયા અને મુનિરાજ ઉપર સુગંધી પુષ્પોની વૃદ્ધિ કરી મહાત્માને પ્રણામ કરી તેઓ સ્વર્ગ ગયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org