Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૨
વૈરાગ્યસમજરી
[ પંચમ
છે ?
મારી રુચિ અનુસાર આહાર લાવે છે તે શું તને કઈં દિવ્ય જ્ઞાન થયું સાધ્વીજીએ જવાબ આપ્યા કે જેની પાસે જે રહે તે તેના મનની વાત જાણી જાય એમાં શી નવાઇ? પરંતુ પેાતાને કેવલજ્ઞાન થયુ છે એમ ન કહ્યુ', કારણ કે તેમ કરવાથી તેમની પાસે આહારાદિ તેઓ મંગાવત નહિ.
એક દિવસ વરસતે વરસાદે તે આહાર પાણી લઇ આવ્યા. તેથી આચાર્યે કહ્યુ કે હું કલ્યાણિની ! શ્રુત-જ્ઞાનથી કયારે અને કેવાં ભેાજનાદિ લાવવાં તે જાણવા છતાં વૃષ્ટિ દરમ્યાન તું કેમ આહાર લાવી ? સાધ્વીશ્રીએ ઉત્તર આપ્યા કે જે જે પ્રદેશમાં અચિત્ત અકાય વરસતા હતા તે તે પ્રદેશમાં રહીને હું શુદ્ધ આહાર લાવી છું. આચાર્યે પૂછ્યું' કે તને આવે બેધ કથાંથી થયા ? સાધ્વીશ્રીએ કહ્યું કે જ્ઞાનથી. આચાર્યે પૂછ્યું કે કેવા જ્ઞાનથી–પ્રતિપ્રાતી કે અપ્રતિપાતી ? જવાબ મળ્યે કે આપના પ્રસાદથી અપ્રતિપાતી જ્ઞાનથી. આ જાણી આચાર્યશ્રી પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે મેં કેવલીની આશાતના કરી અને તેમણે સત્વર સર્વજ્ઞ સાધ્વીની ક્ષમા યાચી મિચ્છામિ દુક્કડં દીધું. પછી પુષ્પચૂલાને પૂછ્યું કે મને કેવલજ્ઞાન થશે કે નહિ ? કેવલીએ કહ્યું કે હા; તમને ગંગા' નદીને પેલે પાર ઉતરતાં થશે.
કેટલેક કાળ વીત્યા પાદ પ્રસ`ગ એમ મન્યે કે આ આચાર્ય વહાણમાં એસી ગંગાને પેલે પાર જતા હતા. સાથે ત્રીજા લેાકેા પણ હતા. જે તરફ આચાર્ય બેસે તે તરફના ભાગ નમી જતે જોઇને લેાકેાએ તેમને ઉપાડીને નદીમાં નાંખી દીધા.
પૂર્વ ભવમાં પેાતાની જે પત્નીનું તેમણે અપમાન કર્યું હતું, તે મરીને અંતર થઇ હતી અને તે વેર લેવાના ઇરાદાથી વહાણ ડૂબાડતી હતી, પાણીમાં પડતાં આચાર્યના દેહ આ સ્ત્રીએ ઊમી કરેલી શૂળીથી વિધાઇ ગયા. તેમના દેહમાંથી લેાહીની ધારા વહેવા લાગી, છતાં પણ આ મારા લેાહીથી જલકાયની વિરાધના થાય છે એમ વિચારતાં વિચારતાં તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું અને ત્યાંને ત્યાં ટુંક સમયમાં કાળ કરી તેઓ મેક્ષે ગયા. આ પ્રમાણે તેઓ મૃતકૃત્ કેવલી થયા. દેવતાઓએ આવી તેમને નિર્વાણુ-મહેાત્સવ કર્યાં, તેથી આ સ્થળ • તીર્થના નામથી પ્રસિદ્ધિ પામ્યું. મહેશ્વરી લેાકેા ‘ઇલાસ’ મેળવવાની ઈચ્છાથી પોતાના દેહ ઉપર કરવત મૂકાવે છે તે આનું અંધ અનુકરણ હોવાનું કહેવાય છે.
"
પ્રયાગ
પુષ્પચૂલા કેવલી પૃથ્વીને પાવન કરી, ભવ્ય જીવાને બેધ પમાડી સર્વે કર્મનો ક્ષય કરી અંતે મેક્ષે જઈ વસ્યા. આ આર્ય અખળાને અને એના વૈયાવ્ર ત્યરૂપ ગુણને કેટિશ: વન્દન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org