Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૦૦
વૈિરાગ્યરસમંજરી
[ પંચમ (૨) ગીતાર્થનું સેવન, (૩) જેમની શ્રદ્ધા નાશ પામી ગઈ હોય તેમનો ત્યાગ અને (૪) સર્વ પાખંડીઓની સંગતિ નહિ કરવી તે. અભય (કુમાર),પુષ્પચૂલા, પ્રથમ નિહનવ અને પ્રથમ ગણધર એ એનાં અનુક્રમે ઉદાહરણ છે.”
–૧રર-૧ર૩ પાખંડીને અર્થ
સ્પષ્ટી-“vi gueતીતિ પણug: ” અર્થાત્ પાપને નાશ કરે તે પાખંડ કહેવાય છે. શરૂઆતમાં આ શબ્દ સાંપ્રત કાળની પેઠે દુષ્ટતાવાચક હિતે નહિ, કિન્તુ સાધુવાચી હતું. આથી કરીને તે ઇતર દર્શનના સાધુને ઉલ્લેખ કરતી વેળા “પરપાખંડ” એમ કહેવામાં આવતું. આ વાતની ઉપાસકદશાંગ (સૂ) ૭)ની નિમ્નલિખિત પંક્તિ સાક્ષી પૂરે છે – " "संका कंखा विइगिच्छा परपासंडपसंसा परपासंडसंथवे "
પાખંડ” શબ્દને જનવાચી સમજીને તે બ્રાહ્મણોએ આ શબ્દને અન્ય દર્શનીય સાધુ માટે પ્રયોગ કરવા માંડ્યો હોય એમ સમજાય છે. આગળ જતાં આ અર્થ જેને એ પણ સ્વીકાર્યો અર્થાત્ “પાખંડીથી “પરપાખંડ એ અર્થ થવા લાગ્યા, અને તે મિયાદષ્ટિના અર્થમાં રૂઢ છે. આથી અહીં પાખંડિકથી મિશ્રાદષ્ટિ સમજવાના છે, નહિ કે જૈન સાધુ. પુષ્પચૂલાને વૃત્તાન્ત
આ “ભરત” ક્ષેત્રને વિષે “પૃથ્વીપુરી નામના નગરમાં પુષ્પકેતુ નામને રાજા રાજ્ય કરતે હતે. એકદા તેની પત્ની પુષ્પાવતીએ એકી સાથે પુત્ર અને પુત્રીને જન્મ આપ્યું. આ ભાઈ બેનનાં પુષ્પલ અને પુષ્પચૂલા એવાં નામ પાડવામાં આવ્યાં. એ બેને પરસ્પર એટલે પ્રેમ હતો કે તેઓ એક બીજાને વિગ ઘડીભર પણ સહન કરી શકતા ન હતા. આ જોઈ રાજાએ વિચાર કર્યો કે આ બંને જુદે જુદે ઠેકાણે પરણાવવાથી તેમને વિયોગનું દુઃખ મરણ જેવું સાલશે. આથી રાજાએ છળ પ્રપંચથી ગામના લેકની સંમતિ
૧ આના દષ્ટાંત માટે જુઓ પૃ. ૩૨૨૯-૩૨૩. ૨ આના પૂળ વૃત્તાન્ત માટે જુએ આહંતદર્શન (પૃ૦ ૨૯૨). ૩ એમના જીવન પરત્વે ન્યાયકુસુમાંજલિ (પૃ. ૨૨-૨૩) તેમજ “શ્રીભક્તામર સ્તંત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહના પ્રથમ વિભાગ (પૃ૦ ૨૨-૨૫)માં વિચાર કરાયો છે. ૪ છાયા
शाका काला विचिकित्सा परपाखण्डप्रशंसा परपाखण्डसंस्तवः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org