Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૮૪
વૈરાગ્યરસમજરી
[ પંચમ
માં બહુલતાથી લેાકમાં ભેદ જ જોવામાં આવે છે, કેમકે ત્યાં ‘સહ' શબ્દને પ્રયાગ છે. આ હેતુ સાધ્યના વિપર્યયથી વ્યાપ્ત હેાવાથી વિરૂદ્ધ પણ છે, કેમકે સાધ્યભાવની સાથે જે હેતુ વ્યાસ હાય તે વિરુદ્ધ' કહેવાય છે. વળી જે હેતુ અન્વય-વ્યતિરેકી હાય તેને સાધ્યના સાધનમાં આપ ગ્રહણ કરે છે, પરંતુ જ્યાં ભેદના પ્રતિભાસ માટે જરા પણ અવકાશ ન હોય ત્યાં અન્વય ઘટી જ કેમ શકે ? તંતુના સદ્ભાવમાં પને! સદ્ભાવ અને તેના અભાવમાં તેને અ ભાવ એ ષાત અનુભવસિદ્ધ છે. આવા ક'ચિત્ ભેદથી વિશિષ્ટ સ્થળમાં અન્વય વ્યતિરેક ઘટી શકે, પરંતુ જ્યાં સ^થા જ્ઞાનના પદાર્થ સાથે અભેદ જ હાય ત્યાં કાના કાની સાથે અન્વય કે વ્યતિરેક બનવાને માટે એકાંત અભેદ ૫ ક્ષમાં અન્વય કે વ્યતિરેક માટે સ્થાન જ નથી. પ્રસ્તુતમાં એનુ` ગ્રહણ નહિ થઇ શકવાથી સામર્થ્ય ના અભાવને લઇને હેતુ કેવી રીતે પોતાના સાથ્યને સાધશે ?
આના ઉત્તર જ્ઞાનાદ્વૈતવાદી એમ આપે કે બીજાને સમજાવવા માટે હેતુના પ્રયાગ છે, કેમકે બીજો પણ વિકલ્પવિષયક પક્ષને ભેદ વડે પ્રતિપાદન કરવામાં સમર્થ છે, તે એ ઉત્તર અસંગત છે. વિશેષમાં અમે આ સંબંધમાં જ્ઞાનાદ્વૈતવાદીને પૂછીશું કે આ ભેદને આપ વાસ્તવિક માને છે કે અવાસ્તવિક ? અને વળી તેના નિશ્ચચ વિકલ્પથી થાય છે કે નહિ? જો ભેદ વાસ્તવિક છે એમ માનશે તે વાસ્તવિક ભેદને વિકલ્પથી નિર્ણય થતા હોવાથી હેતુ કાલાત્યયાપષ્ટિ (બાધિત) થાય છે. વળી અવાસ્તવિક ભેદને વિકલ્પ નિશ્ચયથી થાય છે. એમ પણ કહેવાય તેમ નથી, કારણ કે અવારતવિક વડે અન્યને પ્રતિબેષ પમાડી શકાય નહિ. જેમ શુક્તિ (છીપ)માં રજત (ચાંદી)ના પ્રતિભાસમાત્રથી રજતની સિદ્ધિ વાસ્તવિક થતી નથી તેમ પ્રકૃતમાં પણ સમજવું. વળી મૃગતૃષ્ણારૂપ જળના પાતાનામાં આરેપ કરવા છતાં તૃષાથી ઉત્પન્ન થયેલ વેદનાની કાઈ પણ રીતે શાંતિ થતી નથી. જો વાસ્તવિકના પણ વિકલ્પથી નિર્ણય થતા નથી તે તે વિકલ્પના વિષયરૂપ કેવી રીતે બને છે? અને વળી અવિકલ્પ-ગોચર જ્ઞાનસ્વ રૂપી એવા તેની સત્તાના કેવી રીતે નિશ્ચય થાય ? અથવા તેવા વિકલ્પનું વિકલ્પપણું જ કેમ સંભવે, કેમકે તે તે નિશ્ચયરૂપ છે ?
કદાચ એમ કહેશો કે અવાસ્તવિક પદાર્થને પણ વિકટપથી નિ ય થતા નથી માટે તેને વિકલ્પના વિષય તરીકે કેમ મનાય તે તે યુક્ત નથી, કારણ કે તે વખતે તેનુ અવાસ્તવિકપણું જ્ઞાનસ્વરૂપી નથી એમ શાથી નિીત કરાય છે ? અને વળી શશશૃંગની માફક આચરણ કરતા અવાસ્તવિક ભેદમાં પરને પ્રતિમાધ પમાડવાપણું પણ કથાંથી સંભવે ?
જ્ઞાનાદ્વૈતવાદીને હવે એ પૂછવામાં આવે છે કે ચિત્ર જ્ઞાનમાં નીલ, પીત વગેરે આકારાને જણાવતું જ્ઞાન અનુક્રમે તે જણાવે છે કે એક સાથે ? અનુક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org