Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
૩૮૯
નીલ અને પીતમાં કિંચિદ્રુપતા તેા સમાન છે. વળી એમ થવાથી તા પ્રતિભાસના નિયમ પણ નહિ રહે. આથી ભાઇ સાહેબ ! આપના પ્રથમ પક્ષ હવામાં ઊડી જાય છે.
હવે ઔપચારિક નીલાદિ શબ્દ વિષયક ખીન્ને પક્ષ ગ્રહણ કરશે તા તે પણ યુક્તિ–નિકલ છે; કેમકે જ્યાં સુધી મુખ્ય વસ્તુને વાસ્તવિક સત્યરૂપે ન સ્વીકારાય ત્યાં સુધી ઉપચાર માટે સ્થાન જ નથી. મારની મુદ્ધિની મંદતા, જડતા અને તેનું ભાર વહન કરવાપણું એ ગુણાનું બળદના ગુણા સાથે મળતાપણું આવતું હાવાથી આ મજૂર મળદ છે એવા વ્યવહાર સુપ્રસિદ્ધ છે. પરંતુ આ હકીકત પણ ક્યારેક મુખ્ય અળદને જોયા હાય ત્યારે જ સંભવે છે. પ્રકૃતમાં નીલાદિ પદાર્થનું આપના મત પ્રમાણે કાઇ પણ કાળે વાસ્તવિક દર્શન સભવતું જ નથી તેા પછી કેાના કાં આરેાપ કરી શકાય ? વસ્તુ નહિ હાવા છતાં પણુ તેની સત્તા સ્વીકારશે તે તેની સત્તા જ્ઞાનથી ભિન્ન સિદ્ધ થવાની અને તેમ થતાં તા જ્ઞાનાદ્વૈતવાદ ઉપર પાણી ફરી વળવાનુ’
ચાલેા હવે અમે આપના ભ્રાન્તિવિષયક ત્રીજા પક્ષની સમાલેાચના કરીશું. મુખ્યતાના અભાવમાં બ્રાન્તિ પણ કેનામાં થવાની ? મજારમાં સાચી ચાંદી જોવાથી ચાંદી જેવા ચળકાટવાળી છીપને દૂરથી જોઈને એ ચાંદી છે એવી ભ્રાન્તિ થઈ શકે છે. પરંતુ જેના મતમાં સત્ય ચાંદી માટે અવકાશ જ ન હોય ત્યાં ભ્રાંતિની વાત જ શી ? અહીં તેા કાઈ નીલાદિ મુખ્ય પદાર્થો ઉપલબ્ધ નથી અને જો ઉપલબ્ધ છે એમ માનવા જશેા તા પૂર્વીની પેઠે પારમાર્થિક બાહ્ય નીલા પદાર્થની ઉપપત્તિ ઇચ્છા વિરુદ્ધ સ્વીકારવી પડશે. નીલાદિ ભ્રાન્તિ વિષયક જ્યાં કાઈ પણ વસ્તુ જ નથી ત્યાં તેના ગુણના આરેાપ દ્વારા કરાતા જ્ઞાનની સાથેના તાદાત્મ્ય સબંધ તા કયાંથી જ સભવે ? જો બાહ્ય અને સત્ય માનવા જશે તેા અભ્રાન્ત જ્ઞાનના તાદાત્મ્યથી તે અમાં પણ અન્નાતતા આવવાની.
આ સાંભળીને જ્ઞાનાદ્વૈતવાદી એમ કહે કે પારમાર્થિક સત્ત્વ કે અપારમાર્થિક ક સત્ત્વ એવા નીલ સાથે જ્ઞાનના અભેદ માનનારાને આ પ્રમાણેના દોષો ભલે લાગૂ પડે, પરંતુ અમે એમ કથાં માનીએ છચે ? અમારી માન્યતા તે એ છે કે અનાદિ કાલીન અવિદ્યાના સામર્થ્યથી જ્ઞાન પાતે જ પાતાના આ કારને બાહ્ય અથમાં આરોપીને આ નીલ છે એવા આકારનું સવેદન કરાવે છે. આના ઉત્તર તરીકે આપણે એને પૂછીશું કે આકાર એટલે શું સ્વરૂપ, સાદેશ્ય કે સંસ્થાન ? આકાર એટલે સ્વરૂપ એમ તા કહી શકાશે નહિ, કેમકે જ્ઞાન સ્વપ્રકાશક હોવાથી હું નીલ છું એવું જ્ઞાન કરાવે, નહિ કે તે નીલ છે એવું. કદાચ એમ કહેશે! ઇન્દ્રજાળિયાની માફક અવિદ્યા લૌકિક જ્ઞાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org