Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[પંચમ વાસ્તવિક (સાચા) ચંદ્ર સાથે અભેદ સૂચવાયે છે, જ્યારે અહીં તે વાસ્તવિક સત્ય નીલાદિ પદાર્થને જ્ઞાનથી અભેદ સૂચવાય છે એટલે દૃષ્ટાંતમાં વિષમતા રહેલી છે. વળી અવધિભૂત ચંદ્ર તે જ્ઞાનરૂપ પક્ષમાં અંતર્ગત ન હોવાથી પક્ષકોટિમાં આવતા હોવાને લીધે દષ્ટાંતને પણ અભાવ થવાને, કેમકે જે જે દૃષ્ટાંત આપ આપશે તે સર્વે જ્ઞાનથી ભિન્ન હોવાથી બાહ્ય અર્થની અસિદ્ધિમાં કેવી રીતે સાધનભૂત થાય તે વિચારી જોશે.
અપારમાથક નીલાદિ પદાર્થોને જ જ્ઞાનથી અભેદ વિવિક્ષિત છે, કેમકે અમારે ત્યાં તે જ્ઞાન સિવાય કોઈ પણ પારમાર્થિક સત્ય છે જ નહિ એવું ડહાપણ કેળવા તૈયાર છે તે આપને પ્રકને પૂછીએ છિયે. જેમકે શું અપારમાર્થિક અર્થ અસત્વરૂપ છે, ઔપચારિક નીલાદિ શબ્દ વિષયક છે કે બ્રાન્તિ વિષયક છે? જે અસત્વરૂપ કહેશો તે આથી શું આપ પ્રાગભાવ કહેવા માંગે છે કે પ્રધ્વસાભાવ? કે તે દેશમાં અવિદ્યમાનપણું કે આ કંઇ પણ સ્વરૂપ છે જ નહિ એમ? તેમાં પણ વળી જે પ્રાગભાવવાળ કે પ્રäસાભાવવાળ પક્ષ સ્વીકારતા હો તે શું તે અભાવે એકી સાથે માને છે કે અનુક્રમે તે પણ સાથે સાથે જણાવશે. એકી સાથે એમ કહેવું નિરર્થક છે, કેમકે આ બે અભાવે તે ભિન્નકાલીન છે એટલે ભિનકાલીન અને એક કાલીનને મેળ કેવી રીતે ખાય? આથી કરીને જે ક્રમસર માનવા જશે તે પ્રાગભાવવાળા નીલાદિને તેના ઉત્તર કાળમાં અને પ્રર્વતભાવવાળા નીલાદિને તેના પૂર્વ કાળમાં પારમાર્થિક સર્વને પ્રસંગ જરૂર આવવાને. વળી કાલાંતરવર્તી નીલાદિનું વર્તમાન કાલ ભાવિ જ્ઞાન સાથે તાદાઓ કેવી રીતે સંભવે, કેમકે તે બેમાં તે કાલની ભિન્નતા છે. તેમ છતાં પણ આ વાત માનવી ચાલૂ રાખશો તે નીલાદિમાં પણ વર્તમાનપણાની આપત્તિ જરૂર આવવાની. આ ઉપરાંત ભૂત ભાવિ નીલાદિના સ્મરણ વગેરેના વશથી તે નીલ છે ઈત્યાદિ આકારવાળું જે જ્ઞાન થાય છે તે નહિ થાય; પરંતુ આ નીલ છે ઈત્યાદિ આકારવાળું જ જ્ઞાન થવાનું.
હવે જે અસત્વને અર્થ તે દેશમાં અવિદ્યમાનપણું એમ કરવા તૈયાર થશે તે તેથી પણ આપને શુક્રવાર નહિ વળે, કેમકે ત્યારે તે દેશાંતરમાં નીલાદિના સર્વને પ્રસંગ ખડે થશે. વિશેષમાં દેશાંતરમાં રહેલા નીલાદિનું આ દેશમાં થયેલા જ્ઞાનની સાથે તાદામ્ય ઘટી શકશે નહિ, કેમકે દેશોમાં ભિન્નતા છે. તેમ છતાં પણ જે કદાગ્રહ નહિ છેડે તે નીલાદિમાં પણ જ્ઞાનને દેશ જે આત્મા તે સ્વીકારવો પડશે અને એ વાત કેને ઈષ્ટ હોય ?
જે અસત્ત્વને અર્થ કંઈ સ્વરૂપ નહિ એ કરશે તે જેમ અવિદ્યાના આપવાળા નીલથી આ નીલ છે એવું નીલ આકારનું જ્ઞાન પિદા થાય છે તેમ તેનાથી જ આ પીત છે એવું પીળા આકારનું જ્ઞાન કેમ ન પેદા થાય, કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org