Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
-
૩૮૯
ગુચ્છક]
સનુવાદ વાથી જે જે જ્ઞાન ઉદયમાં આવે તે બધું બ્રાન્તિમય જ હોવું જ જોઈએ એટલે કે સ્વ-જ્ઞાન અને જાગૃત-જ્ઞાન જેવા ભેદ પડવા જ ન જોઈએ. અને પડે તે છે તેની કોણ ના પાડી શકે? વિશેષમાં અવિદ્યાને આપ જ્ઞાનરૂપ માને છે કે અજ્ઞાનરૂપ ? જે જ્ઞાનરૂપ કહેશે તે અવિદ્યા એવું નામ જ રહેશે નહિ. જે અજ્ઞાનરૂપ કહેશે તે તે પણ ઠીક નથી. કેમકે આપના મત પ્રમાણે જ્ઞાન સિવાય અન્ય કોઈ પણ વસ્તુનું તાવિક આસ્તિત્વ જ નથી. છતાં જે માનવા જશે તે જ્ઞાનાતવાદરૂપ ભૂલમાં જ કુઠારાઘાત થવાને.
હવે જે આકારને અર્થ સહશતા કરવા જશે તે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે જ્ઞાનની કેની સાથે સદશતા છે? શું કોઈ પદાર્થ સાથે કે જ્ઞાનાંતર સાથે ? અર્થની સાથે જ્ઞાનની સદશતા છે એમ તે કહેવાય તેમ નથી, કેમકે અર્થ કંઈ જ્ઞાનને ઉત્પન્ન કરતું નથી. પિતાના આકારના અર્પણ દ્વારા સ્વરૂપને જે જ્ઞાન પ્રાપ્ત કરાવે છે તે અર્થકાર જ્ઞાન છે એ પ્રમાણે જ્ઞાનનું અર્થ સાથેનું સાદશ્ય આપ બૌદ્ધોની પેઠે સ્વીકારો છે, કેમકે બાહ્ય અર્થને તે આપ સ્વીકારી શકે તેમ નથી. આથી અર્થની સાથે જ્ઞાનની સદેશના સિદ્ધ થતી નથી. જ્ઞાનાંતર સાથે જ્ઞાનનું સાદેશ્ય એ પક્ષ પણ અનુચિત જ છે, કેમકે બીજા જ્ઞાનની સદશતા હવે છતાં તેને બાહ્ય અર્થમાં આરેપ કરવાથી કશે લાભ નથી. આથી આવી અર્થશૂન્ય ૫ના કરવાથી શું ફાય? વળી તે વખતે આ મારા જેવું છે એવા આકાર દ્વારા જ્ઞાનનું, બહાર પિતાના પ્રસંગને લઈને નીલ એવા આકારથી ગ્રહણું બની શકશે નહિ.
હવે આકારને અર્થ સંસ્થાન કરવા જશે તે તે પણ યુક્ત નથી, કેમકે એને તે એને વિષે અભાવ છે. કારણ કે જેમ નીલ વગેરેનું સંસ્થાન હોય છે તેમ જ્ઞાનનું સંસ્થાના હેતું નથી. તેમ છતાં આમ માનવાથી કોઈ વિવક્ષિત અર્થની સિદ્ધિ પણ થાય તેમ નથી તે આવી કલ્પના શા માટે કરવી? વળી સર્વિસના જ્ઞાન દ્વારા, અનાદિ અવિદ્યાથી કલુષિત સંસારી જીનાં ચિત્તોને સહાપલંભરૂપ નિયમથી અભેદ માનતાં સર્વ જીને સર્વજ્ઞ માનવા પડશે અથવા તે સર્વજ્ઞને પણ અસર્વ ગણવા પડશે. ભેદ માનવા જતાં તે તેમની સાથે વ્યભિચાર થતો હોવાથી આ હેતુ અનેકાન્તિક ઠરે છે. વિશેષમાં અભેદ્ય નીલ વગેરેની સિદ્ધિ વિના અભેદતા સિદ્ધ કરનારું પ્રમાણ પણ કઈ રીતે મળી શકવાનું જ નહિ, કેમકે અન્યતર સંબંધીની અસિદ્ધિ છે એટલે અભેદના બણગાં
વાં નકામાં છે. આ વાત સ્પષ્ટ રીતે રજુ કરીએ. જેમકે શું અભેદ્ય સિદ્ધ છે કે નહિ? જે નથી એમ કહેશે તે તે પ્રમાણ કોને અભેદ સિદ્ધ કરશે? જે સિદ્ધ છે એમ કહેશે તે તે શું પિતાનાથી સિદ્ધ છે કે પરથી? પિતાનાથી સિદ્ધ છે એમ કહેવાનું તે સાહર થઈ શકે તેમ નથી. કેમકે એમ હોય તે સાગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org