Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૮૬
ગુચ્છક ]
સાનુવાદ અને જ્ઞાનની અભેદતા જે શાનાદ્વૈતવાદી તરફથી સૂચવાય તે તેને અંગે હવે પ્રશ્નો પૂછવામાં આવે છેઃ નીલાદિ ગ્રાહ્ય પદાર્થોને જ્ઞાનની સાથે શું પારમાર્થિક અભેદ માને છે કે અપારમાર્થિક ? પ્રથમ પક્ષ સ્વીકારશે તે આપ મહેરબાને એ જણાવવા તસ્દી લેવી કે આ પારમાર્થિક અભેદથી શું તદ્રુપતા (તેના જેવી એકતા) પરસ્પરને અભાવાભાવ, વ્યાવર્તક ધર્મને અયોગ કે એકદેશતા આપ સૂચવવા માગે છે? તદ્રુપતા કહેવાની આપનાથી હિંમત કરી શકાય તેમ નથી, કેમકે એથી તે તે તેથી ભિન્ન છે એવું જ્ઞાન ન થતાં તે તે જ છે એવું જ્ઞાન થાય, કારણ કે તસ્વરૂપતા માનવાથી અવધિ અને અવધિમત્તાને લોપ થવાને અને સાથે સાથે બીજાપણાની બુદ્ધિને અને બીજા પણને વ્યવહાર પણ આકાશકુસુમ જે થવાને. ઘડે પિતાનાથી જ ભિન્ન નથી એમ કહેવાય તેમ નથી. આના ઉત્તર તરીકે એમ સૂચવવું કે બીજાપણાની બુદ્ધિ અને તેને વ્યવહાર ભલે ન થાય, અમને પણ એ વાત કથાપ્રસંગમાં ઈષ્ટ છે અને શાસ્ત્રમાં તે અન્ન અને જણાવવા માટે બેના ગ્રહણ કરવામાં પણ અડચણ નથી તે તે બાલચેષ્ટા છે, કેમકે તે બેની તદ્રુપતાની અસિદ્ધિ છે; તેમજ દેશત્વ, મૂર્તત્વ, જડત્વ, બ્રક્ષેપ, આગલી વગેરેને નિર્દેશ, યોગ્યતા, ત્યાગ, ગ્રહણ ઇત્યાદિ અર્બકિયાક્ષમત્વ વગેરે જે ધર્મો નીલાદિ મૂર્ત દ્રવ્યમાં પ્રતીત થાય છે તે નીલાદિને જ્ઞાનસ્વરૂપ માનવાથી ઘટી શકશે નહિ, કેમકે મૂર્તત્વ, જડત્વ વગેરે ધર્મો જ્ઞાનના છે જ નહિ.
હવે અભેદને અર્થ અભાવાભાવ કરશે તે આત્માશ્રયરૂપ દોષ લાગૂ પડશે, કેમકે અભિન્ન જ્ઞાન અને બાહ્ય પદાર્થરૂપ પ્રતિગિના નિરૂપણ પૂર્વક જ તે બેના પરસ્પર અભાવાભાવ અભેદનું નિરૂપણ કરી શકાય અને તે બેના પરસ્પર અભાવાભાવનું નિરૂપણ તે જ પ્રતિયોગિને અભેદનું નિરૂપણ કહી શકાય અને તેવી રીતે નિરૂપણ કરવા જતાં તે પોતાના નિરૂપણમાં પિતાની અપેક્ષારૂપ આત્માશ્રય દેષ જરૂર ઉપસ્થિત થવાને કદાચ આથી બીને આપ એમ કહેશો કે ઇતરેતર અભાવાભાવરૂપ અભેદ ભલે ન હે, પરંતુ તેવી પ્ર તીતિ તે થાય છે. ઉત્પન્ન થનારી તેવા પ્રકારની પ્રતીતિ અન્ય કારણની અપેક્ષા રાખે છે, કેમકે કારણ વિના કેઈ કાર્ય થતું નથી, માટે ભેદ-વ્યવહારના હેતુ ભૂત ઇતરેતરાભાવ (અન્યોન્યાભાવ)માં જ્યારે કારણોતરતા સંભવતી હોય ત્યારે અભેદ–પ્રતીતિ માટે અવકાશ જ કલ્યાં રહે, એ આપ વિચારી જોશે. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખશે કે બે પદાર્થો દ્વારા નિરૂપણ કરવા લાયક ઈત. રેતરાભાવ છે. તેમાં એકની અધિકરણરૂપે પ્રતીતિ થાય છે, જ્યારે બીજાની પ્રતિગિરૂપે, બીજામાં બીજાના અભાવનું નામ જ “ઇતરેતરાભાવ” છે. જેમ આ નીલ પિત નથી, આ નીલમાં પત નથી અથતુ આ નીલ પીતસ્વરૂપી નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org