Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
સનુવાદ
ગુચ્છક ]
૩૭૯ ધર્માસ્તિકાયાદિનું સ્વરૂપ–
સ્પષ્ટી--બ્રહ્માણ્ડમાં ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ એવાં બે જ દિવ્ય છેઃ-(૧) જીવ અને પુદ્ગલ, ગતિ અને સ્થિતિનું ઉપાદાન કારણ છવા અને પુદ્ગલ જ છે. અર્થાત્ ગતિ અને સ્થિતિ એ બંને આ બે દ્રવ્યનું પરિણામ અને કાર્ય હેવાથી એમાંથી જ ઉત્પન્ન થાય છે તે પણ નિમિત્તકારણ જે કાર્યની ઉત્પત્તિમાં અવશ્ય અપેક્ષિત છે તે ઉપાદાન-કારણથી જુદું હેવું જોઈએ. આ અભિપ્રાય મુજબ જૈન શાસ્ત્રમાં ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિશીલ પદાર્થોની ગતિમાં નિમિત્ત થવું તે અને અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિ શીલ પદાર્થોની સ્થિતિમાં નિમિત્ત થવું તે એમ દર્શાવેલ છે.
पुद्गलाश्चेद् भवेयु -कृतिः सर्वत्र किं नहि ? ।
स्वप्नेऽनुभूयते योऽर्थो, दिनोपलब्ध एव सः ॥१०१।। પુદ્ગલનું વાસ્તવિક અસ્તિત્વ
લે બો પુદગલ ન હોય તે ખરેખર સર્વત્ર આકાર કેમ નથી ? રેવનમાં જે પદાર્થને અનુભવ થાય છે તે દિવસના ઉપલબ્ધ થયેલે જ હેય છે.”—૧૦૧ પુદ્ગલ એટલે શું?—
સ્પષ્ટીસ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણથી યુક્ત દ્રવ્ય “પુદ્ગલ” કહેવાય છે. એ જડ છે એટલે તે જીવથી જુદું પડે છે. તેમજ એ સ્પર્શાદિથી યુક્ત હાઈ–મૂર્ત હેવાથી બાકીનાં જડ અજીવ દ્રવ્યથી જેવાંકે ધર્માસ્તિકાયાદિથી તે ભિન્ન છે. એનું સ્થૂળ સ્વરૂપ એમ દર્શાવાય કે આ જગતમાં જે કોઈ પદાર્થ આપણી નજરે પડે છે તે સર્વ પુદ્ગલે જ છે. આ સિવાયનાં પણ પરમાણુ જેવાં કેટલાંક અતિસૂક્ષ્મ અને અત એવ અતીન્દ્રિય પરંતુ રૂપી દ્રવ્ય પણ પુદ્ગલ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, મન, શબ્દ, અંધકાર, છાયા, આતપ, ઉદ્યોત એ બધાં ખુલે છે એમ જૈન શાસ્ત્રનું માનવું છે.
" पूर्यन्तेऽपरापरपरमाण्वादिसङ्घटनेन स्थौल्यपरिणाममापद्यन्ने तद्विघटनेन च गलन्तिहसन्तीति निरुक्तविधिना पुद्गला मूर्तिमन्तो वाह्यार्थाः" અર્થાત “પુદ્ગલ' શબ્દ પૂ અને જટ્ટ એ બે ધાતુઓ ઉપરથી બનેલે છે. તેમાં અન્યાઅન્ય પરમાણુઓ વગેરેના સઘાતથી સ્થૂલ પરિણામને પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org