Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
36
વૈરાગ્યરસમજની
| પંચમ
તરીકે ઉત્પન્ન થાય ત્યારે કંઇ પૂર્વે પરિણામવાળા આત્માના ઉચ્છેદ થતા નથી તેમજ નૂતન પરિણામવાળા કાઇ નવા આત્મા ઉત્પન્ન થતા નથી. એ જેમ દ્વીપકના પ્રકાશ એક નાની ઓરડીને તેમજ મેટા ઓરડાને પણ પ્રકાશિત કરી શકે છે અને તેના પ્રકાશ ઘેાડી જગ્યામાં કે માટી જગ્યામાં ફેલાઈને રહે છે તેમ આત્માના પ્રદેશે વિષે સમજવું,
પા -
નૈયાયિક વગેરેની એવી માન્યતા છે કે આત્મા એકાંતે નિત્ય છે તેમજ સર્વવ્યાપી છે. આ માન્યતા જૈન દર્શનને માન્ય નથી. એ તે આ ત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય માને છે તેમજ તેને દેહાવચ્છિન્ન માને છે. વિશેષમાં જૈન દર્શન આત્માનું દેહની સાથે કથ ચિત્ તાદાત્મ્ય માને છે. નૈયાયિકે તે અધિકૃત આત્માના પેાતાના દેહની સાથે કેવળ સચેાગરૂપ સંબંધ છે એમ માને છે. આથી તૈયાયિકાના પક્ષમાં એ દૂષણ ઉદ્ભવે છે કે જેમ આત્માના સ્વદેહ સાથે સંબંધ છે તેમ સર્વવ્યાપક હાવાથી તેને અન્ય દેહ સાથે પણ સંબંધ છે. આથી પેાતાના દેહ આશ્રીને જ સુખ-દુઃખના અનુભવ ન થતાં અન્ય દેહ આશ્રીને પણ થવા જોઇએ કે જે હકીકત અનુભવ–વિરુદ્ધ છે. આવી અનુભવ વિરુદ્ધ હકીકતને સ્વીકાર કરવા કરતાં તે આત્માને સર્વવ્યાપક ન માનતાં દેહાવચ્છિન્ન માનવા યુક્તિ-યુક્ત જણાય છે.
धर्मा-धर्मास्तिकाया-SSका - शास्तिकायादयो मताः । सिद्धान्तवादिभिर्जीवाद, विपरीता जडात्मकाः ॥१००॥ ધર્માસ્તિકાયાદિની જડતા---
શ્લો‘સિદ્ધાન્તને વદનારાઓએ ધર્મારિતકાય, અધર્માસ્તિકાય, કૈંઆકાશાતિકાય વગેરેને જીવથી વિપરીત અને જડ વરૂપી માન્યા છે.”–૧૦૦
૧ વિશેષ માહિતી માટે જુએ ન્યાયકુસુમાંજલિ ( સ્ત. ૨ )નું સ્પષ્ટીકરણ (પૃ૦ ૮૨-૯૩ ) તેમજ આહું તદન (પૃ૦ ૩૮ ).
૧-૩ આના સ્થૂળ સ્વરૂપ માટે એ ન્યાયકુસુમાંજલિ (પૃ૦ ૨૧૬-૨૨૪); બાકી એની વિશિષ્ટ માહિતી તે માહ્તદાન॰ ( પૃ૦ પર૮-૫૨૯; ૫૩૯-૫૪૧; ૫૫૬-૫૫૭ વગેરે )માંથી મળશે.
૪ વગેરેથી પુદ્ગલાસ્તિકાય અને કાળ સમજવા. એની વિશિષ્ટ રૂપરેખા આહતદર્શન૦ ( પૃ. ૫૪૧–૫૪૨; ૫૫૮; ૫૭૬-૬૦૦ )માં આલેખવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org