Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
પદ્યાર્થીનું વિશદીકરણ
સ્પષ્ટી-આ જગમાં કેટલાક જીવા મુક્ત થયા છે, કેટલાક હજી સંસારમાં રઝળે છે, કેટલાક સુખી છે, કેટલાક દુઃખી છે ઇત્યાદિ વ્યવસ્થા માટે તા ભાગ્યે જ એ મત છે. આથી કરીને આત્માને શરીરે શરીરે પૃથક્ ન માનતાં જો એક જ માનવામાં આવે તે ગમે તે એક જીવ મુક્ત થતાં સમગ્ર જીવાની મુક્તિ થાય, કેમકે તે સર્વના આત્મા એક જ છે અને તેમ થતાં સંસારી તરીકે કેાઈ રહે નહિ અર્થાત્ જીવ-લાક જીવ વિનાના અને કે જે વાત ફાઇને માન્ય હાઈ શકે નહિ. વળી અત્યાર સુધી કાઇને પણ મુક્તિ મળી નથી એમ કહેવું નિરર્થક છે અને તેમ છતાં તે એમ જ હોય તે હવે કાઇને મુક્તિ મળશે પણ નહિ, કેમકે આટલા અનંત ભૂત કાળમાં જે ન બન્યું તે હવે ભવિષ્યમાં અને એ અસંગત હકીકત છે,
સાનુવાદ
જીવેાના સંસાર અને મેક્ષ છે એ વાત વ્યવસ્થા પૂર્વક જણાય છે. વાસ્તે અકાત્મ્યવાદ યુક્તિ-સંગત નથી અને એથી કરીને જુદા જુદા ઘરમાંના દીપકની જેમ દેહે દેહે નિરનિરાળા આત્મા છે એ જ માન્યતા વ્યાજબી સમજાય છે.
૩૭૭
सङ्कोचेन विकाशेन सङ्गतो देहव्यापकः ।
अन्यथा चान्यदेहेन, समे योगे कथं पृथक् ॥ ९९ ॥
"
Jain Education International
જીવની દેહવ્યાપકતા
9 ગ્લા—“ આત્માના સકાચ અને વિકાસ થતા હેાવાથી તે દેહવ્યાપી (દે એમ કહેવું) યુક્તિ-યુક્ત છે. જો એમ ન હોય તે। બીજાના શરીર સાથે સબંધન સમાનતા હોવા છતાં તે પૃથક્ કેમ છે ?’’-૯૯
સકાચ અને વિકાસ—
સ્પષ્ટી-આત્માના અસંખ્ય પ્રદેશે છે. નાના શરીરમાં આ સમગ્ર પ્રદે શેાનું તેટલી જગ્યા પૂરતું અવગાહન તે · કાચ ' છે. જ્યારે મેાટા શરીરને વ્યાપીને આ સર્વ પ્રદેશાનું એટલા વિશાળ સ્થળ જેવડુ અવગાહન તે ‘વિકાસ’ છે. જેમકે બાલ-દેહમાં રહેલા લધુ પરિણામવાળા આત્મા તરુણ દેહને પ્રાપ્ત કરે છે ત્યારે તેને વિકાસ થયેલા સમજવા, એટલે કે તેના પ્રદેશે પ્રથમ કરતાં વિશેષ જગ્યા રોકીને રહ્યા છે. આ પ્રમાણેના પ્રદેશોની અવગાહનામાં ફેરફાર થઈ શકતે હાવાથી તા કીડી તરીકે ઉત્પન્ન થયેલા જીવ મરીને કુંજર
For Private & Personal Use Only
www.jainelibrary.org