Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૨૪ વૈરાગ્યરસમંજરી
[ પંચમ કર્કશ ભાષાને અનંતાનુબંધી કષાયને ઓળખાવનારી તરીકે વ્યાવર્તકરૂપે સ્વીકારાય ખરી કે ?
- વળી પ્રથમ તીર્થંકર શ્રીષભદેવના પ્રથમ શ્રાવક (સમ્યગ્દષ્ટિ) અને આ ભરતક્ષેત્રના નાથ શ્રીભરતે રણસંગ્રામમાં પોતાના ભાઈ બાહુબલિને વધ કરવા ચક મૂક્યું, આથી શું ફલિત થાય છે ? શું અનંતાનુબન્ધી કષાયોને ઉપશમ કરેલામાં જીવલેણ કિયા સંભવતી નથી કે ?
અનંતાનુબન્ધી કષાયને કેળીઓ કરી ગયેલા એવા બાહુબલિએ પિતાના વડીલ બધુ ભરતને ચક સહિત ચૂરેચૂરા કરવાને સંકલ્પ કર્યો એ શું બતાવી આપે છે ? એ જ કે આવા ઘેર સંકલ્પ અનંતાનુબંધી કષાની અવિદ્યમાન દશામાં પણ જોવાય છે. ભારત અને બાહુબલિ સમ્યગ્દષ્ટિ હતા એટલે એનામાં અનંતાનુબંધીનો ઉપશમ તે હતો જ; છતાં જ્યારે તેમનામાં અનુક્રમે કર્કશ ભાષા, દુષ્ટ કાયિક ચેષ્ટા અને અત્યંત મલિન વિચાર જોવાય છે તે પછી આવી ચેષ્ટાઓથી અનંતાનુબન્ધી કષાયોની ઈતર કષાયેથી તારવણી કરી શકાય છે એમ કેમ જ કહેવાય? અને જ્યારે ન કહેવાય તે પછી એના ઉપશમને લિગ તરીકે કેમ જ સ્વીકારાય ?
भाषाकर्कशभावेन, प्राणिहिंसादिभावतः।
आदिमानां विशेषो न, तेन लिङ्गं न तच्छमः ॥२७॥ અનન્તાનુબંધીની ઇતર કપાયેથી વિશેષતાઓને અભાવ–
શ્લે--“(પૂર્વ પદ્યના ઉત્તરરૂપે) વચનની કઠોરતા અને જેની હિંસા ઇત્યા દથી આદ્ય (અર્થાતુ અનન્તાનુબંધી) કષાયેની વિશેષતા છે-અન્યથી તેઓ જુદા પડે છે એમ જે કહેવામાં આવે તે તે યુક્ત નથી. તેથી કરીને અનન્તાબધીને શમ તે (સમ્યકત્વનું) લિંગ નથી.”-ર૭ અનંતાનુબંધી કષાયોની ઇતરથી તારવણની શક્યતા– - સ્પષ્ટી–મિથ્યાદષ્ટિને વિષે રહેલા અનંતાનુબન્ધી કષાયોની સમ્યગ્દષ્ટિને વિષે રહેલા અપ્રત્યાખ્યાનાદિ કષાયથી ભિનતા હોવા છતાં મિથ્યાષ્ટિ તેમજ સમ્યદૃષ્ટિમાં દુષ્ટ ભાષા વગેરેની સમાનતા જણાય છે એ વાત સાચી છે. દાખલા તરીકે કઈક મિથ્યાષ્ટિએ ચતુઃસ્થાનીય રસરૂપે પરિણમેલા અને તીવ્ર ઉદયવાળા અનંતાનુબંધી કષા વડે અપ્રત્યાખ્યાનાદિ કષાને બંધ કર્યો. કાલાંતરે એણે સમ્યફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org