Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ] સાનુવાદ
૩૪૧. આ તરફ કંડરીક મુનિ સામાચારી એવી ઉત્તમ રીતે પાળવા લાગ્યા કે તેઓ અન્ય મુનિવરેને વલ્લભ થઈ પડ્યા. એવામાં વસંત ઋતુ બેઠી. નાગરિકે પોતપોતાની પ્રિયા સાથે ક્રીડા કરવા લાગ્યા. આ જોઈને કંડરીકનું ચિત્ત ચલિત થયું અને કલ્પવૃક્ષ સમાન દીક્ષા છેડીને કંટક વૃક્ષ જેવા રાજ્યને ગ્રહણ કરવાની તેની વૃત્તિ થઈ. આથી “પુંડરીકિણી”ના વનમાં આવી એક ઝાડ તળે તેણે વિસામો લીધો. ઉદ્યાનપાલકે જઈ રાજાને ખબર આપી એટલે તે પ્રધાને સહિત તેને વંદન કરવા આવ્યું. ત્યાં તે ઝાડની ડાળી ઉપર પાત્ર લટકાવીને લીલાં ઘાસ ઉપર કંડરીકને ફરતે તેણે છે. આથી પિતાના ભાઈને ભગ્નપરિણામી જેઈને પુંડરીકે અમાત્યને ઉદ્દેશીને કહ્યું કે હે સને ! તમને બધાને યાદ હશે કે મેં આને દીક્ષા લેવાની ના પાડી હતી, પરંતુ ઊંડે આલેચ કર્યા વિના એણે લેચ કર્યો તેનું આ ભયંકર પરિણામ જુએ. કંડરીક તે રાજ્ય મેળવવાને તલપાપડ થઈ ગયે હતું એટલે એ નિર્લજજે તે પુંડરીકને કહ્યું કે તમે મને પહેલાં રાજ્ય આપવાનું કહ્યું હતું તે હવે આજે આપે. એક વાર દુશમનને પણ આપેલું વચન સજજને પાળે છે એટલે આવા નાલાયકને પણ રાજ્ય સોંપી ભાવયતિ તરીકે જીવન ગુજારનારા અને ખરા મનથી દીક્ષા લેવાની ઉત્કંઠા ધરાવનારા પુંડરીક નૃપતિએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી.
દીક્ષા જેવી ઉત્તમ વસ્તુને ત્યાગ કરી બેઠેલા કંડરીકની સેવકે મશ્કરી કરવા લાગ્યા, કેમકે શીલથી ભ્રષ્ટ થયેલાને આદર કરે અને ઉચ્છિષ્ટ - જનને આહાર કરે તે બરાબર છે. કંડરીકને તે આથી ગુસ્સો ચડે, કેમકે નરકના અતિથિ થનારાને બીજું શું સૂઝે? તેણે વિચાર કર્યો કે હું નગરમાં દાખલ થાઉં, મારું પેટ ટાઢું કરું અને પછી આ બધાની વેતરણ કરૂં. મહેલે પહોંચી તેણે આકંઠ ભોજન કર્યું અને બેગ ભેળવવામાં આખી રાત અખંડ ઉજાગર કર્યો. આથી મતની નેબતરૂપ વિસૂચિકાથી તે સપડાય. એનું પેટ ફૂલી ગયું, શ્વાસ પણ લેવાતું બંધ થયે, પાણીનું ટીપું પણ ગળે ઉતરતું અટકર્યું, પરંતુ દીક્ષાના પવિત્ર અને ભવ્ય શિખર ઉપરથી ભેગરૂપ ખીણમાં ગબડી પડેલા પાપી પિશાચની કોણ ચાકરી કરે? સગાંવહાલાંએ પણ તેની બરદાસ કરી નહિ, કેમકે તેમને એમ લાગ્યું કે આવાની ચિકિત્સા કરાવવી તે પણ ઘોર પાપ છે. આથી કંડરીકના ક્રોધને પાર રહ્યો નહિ. તેણે એ વિચાર કર્યો કે રાત પૂરી થાય અને જે સવાર પડે ત્યાં સુધી હું જીવતો રહું તે આ કુટુંબ વગેરેને જરૂર મારી નાંખી તેમને આ બેદરકારીનું ફળ ચખાડીશ. આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org