Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૯૦
વૈરાગ્યરસમજરી
[ પંચમ અનુકંપાનું અનુમાન–
–“આ પ્રમાણેનાં વિચાર અને વર્તનથી અનુકંપા નામનું લિંગ સિદ્ધ થાય છે; આથી તેને વિષે ગુપ્ત રહેલું સમ્યક્ત ક્ષણ માત્રમાં જણાઈ આવે છે.”—૯૩ અનુકંપાનું સૂચન
સ્પષ્ટી–અનુકંપા એ આત્માને અતીન્દ્રિય પરિણામ છે તો તે કેવી રીતે જાણી શકાય? આને ઉત્તર એ છે કે વિધિપૂર્વક જિનચૈત્ય તૈયાર કરાવવું ઈત્યાદિ બાહ્ય કિયા અને ભવસાગરમાં ડૂબતાજીને ઉદ્ધાર કરવાને વિચાર અનુકંપાને સિદ્ધ કરે છે. આ અનુકંપાનું લક્ષણ સૂચવતાં કહ્યું પણ છે કે _ "अहंद्वेश्म विधापनादिविधिना सम्यग्दृशा क्लृप्तया
लब्ध्वा बोधिमवाधितां वत यया भव्या विरत्याऽऽदृताः । गत्वा नितिमाभवं विदधते रक्षां पृथिव्यादिषु
દિવેચા નક્ષ લગી હૈવાનુજમ્પ પુ –શાર્દુલ
यथार्थबोधवान् वेत्ति, जीवो सम्यकत्वदृष्टिकः ।
पारलोकमनुष्ठानं, विना जीवं घटेत न ॥९४ ॥ આસ્તિક્યને પ્રસ્તાવ--
“(અનુકંપાથી લક્ષિત) સભ્યદૃષ્ટિ જીવે યથાર્થ બેધવાળો હોઈ જાણે છે કે જીવ વિના પરક સંબંધી અનુષ્ઠાન ઘટી શકે નહિ.”-૯૪ આસ્તિક્યરૂપ લિંગનું અસ્તિત્વ
સ્પષ્ટી–આસ્તિક્ય એ સમ્યક્ત્વનાં સર્વ લિંગને સરદાર છે. સમાદિ લિંગથી વિભૂષિત વ્યક્તિમાં જ આસ્તિક્ય સંભવે છે. આ લિંગ હોય ત્યારે અન્ય લિંગ હેય પણ ખરાં અને ન પણ હોય એમ કહેવું યુક્તિ-વિકલ જણાય છે, કેમકે આપણે ૩૧ર મા પૃષ્ઠમાં સમાદિની ઉત્પત્તિને કેમ વિચારી ગયા છે તે શાસંમત છે. આથી કરીને એમ તે કેમ જ કહેવાય કે જે સમ્યકત્વથી વિભૂષિત હોય તેનામાં બીજા લિંગ ભલે ન હોય, પણ આસ્તિક્ય તે. હોવું જ જોઈએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org