Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુરછક ] સાનુવાદ
૩૭૩ પરત્વે કર્તવ અને ભકતૃત્વ સુસંગત થઈ શકશે. અન્ય શબ્દોમાં કહીએ તે કપાસના બીને લાખના રસનું સિંચન કરવાથી તજજનિત અતિશયના આધાનના કમે કરીને કાલાંતરે કુસુમમાં લાલાશ આવે છે તેમ જે જ્ઞાન–સંતાનને આશ્રીને કુશળ કે અકુશળ અનુષ્ઠાને થયાં હોય તેને વિશે જ વિશિષ્ટ, વિશિષ્ટતર ઉત્તરોત્તર ક્ષણની ઉત્પતિના કમ પૂર્વક ભવાન્તરમાં સુખ-દુઃખને ઉપભેગ સંભવે છે. કહ્યું પણ છે કે–
" यस्मिन्नेव हि सन्ताने, आहिता कर्मवासना।
તવ સભ્ય, તે રતા યથા ” -અનુ.
આ દલીલના ખંડનરૂપ ઉત્તર પૂરો પાડતાં આ પદ્ય સૂચવે છે કે સંતાનની વાસ્તવિક રીતે હૈયાતી જ નથી. અત્ર સંતાનથી કાર્ય-કારણ ભાવના કમથી નિરન્તર ઉત્પન્ન થતે જ્ઞાન પ્રવાહ સમજ. એ પ્રવાહનું અસ્તિત્વ વિચારક્ષમ નથી, કેમકે એ જ્ઞાન-પ્રવાહરૂપ સંતાન જ્ઞાન–ક્ષણરૂપ સંતાનીથી ભિન્ન છે કે અભિન્ન તે જાણવું જોઈએ. અભિન્ન માનતાં તે સંતાનીરૂપ જ્ઞાનક્ષણે જ સંતાન બની જશે, અને તેમ થતાં તે વિજ્ઞાનક્ષણરૂપ પક્ષ સ્વીકારતાં જેમતે કૃતનાશાદિ દેથી ગ્રસ્ત બને છે તેમ આ પણ બનશે એટલે આ તે બકરું કાઢવા જતાં ઊંટ પેસાડવા જેવું થશે. આથી ભિન્ન માનવામાં આવે તો એવા બે સવાલ ઊઠે છે કે શું તે વસ્તુરૂપ હેઈ ભિન્ન છે કે અવસ્વરૂપ હઈ તેમ છે ? વળી તે વસ્તુરૂપ હોય તે શું તે સચેતન છે કે અચેતન ? આ પ્રમાણેના ચાર વિકલ્પો પૈકી જે જ્ઞાનના પ્રવાહરૂપ સંતાનને તેના સંતાની જ્ઞાનક્ષણોથી ભિન્ન સચેતન વસ્તુ તરીકેના વિકલ્પરૂપે અંગીકાર કરાય તે નામાંતરથી આત્માને સ્વીકાર થાય છે એટલે તે સીધીભાઈની માફક ડાબો કાન પકડ્યા જેવું થયું; કેમકે જૈન દષ્ટિ આત્માને અમુક અપેક્ષાએ જ્ઞાનથી વ્યતિરિક્ત સચેતન પદાર્થરૂપે સ્વીકારે છે જ. જે સન્તાનને તેના સંતાની જ્ઞાનક્ષણોથી ભિન્ન અચેતન વસ્તુ તરીકે સ્વીકારવામાં આવે તે અચેતનરૂપ સંતાનમાંથી જન્માંન્તરમાં થનારા જ્ઞાનરૂપ ચેતનની ઉત્પત્તિ સ્વીકારવાને અનિષ્ટ પ્રસંગ ખડો થાય છે. આની પણ જે દરકાર ન કરવામાં આવે તે ઘટમાંથી પણ ભક્તારૂપ ચેતનની ઉત્પત્તિ માનવી પડશે. આના બચાવ અર્થ એમ કહેવું કે વસ્તુતઃ અસ્તિત્વવાળા એવા પણ અચેતનરૂપ સંતાનને અમે અન્ય જન્મમાં થનારા ભેતૃત્વજ્ઞાનના ઉપાદાન કારણ તરીકે ન માનતાં અમે તે એને સહકારિ-કારણ તરીકે સ્વીકારીએ છીએ તે એ ભૂલભરેલું છે. એનું કારણ એ છે કે જે પિતે કઈ પણ વસ્તુનું ઉપાદાન-કારણ હોય તે અન્ય ભાવકાર્યને વિષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org