Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ] સાનુવાદ
૩૭. આત્માની સિદ્ધિ
આત્મા અતીન્દ્રિય પદાર્થ છે. એથી કરીને એ આપણા જેવાને દષ્ટિગોચર થતું નથી. આથી કેટલાક તે એનું અસ્તિત્વ જ માનવા ના પાડે છે. વિશેષમાં એથી આગળ વધીને કેટલાક તે પરલેક તેમજ પુણ્ય અને પાપની પણ હૈયાતી માનતા નથી. આવા જનેને ઈતર જ તરફથી નાસ્તિકને ઈલકાબ આપવામાં આવે છે, કેમકે તેમની માન્યતા મુજબ જેઓ પરલોક વગેરેનું અસ્તિત્વ અંગીકાર કરે છે તેઓ જ આસ્તિક છે. ગમે તેમ હો પરંતુ છદ્મસ્થ આસ્તિકો અને નાસ્તિક ઉભયને આત્મા પ્રત્યક્ષગોચર નથી અને એથી કરીને તે એની સત્તા વિષે મત–ભેદ જોવાય છે. આપણને જે જે વસ્તુ દષ્ટિગોચર ન હોય તે નથી જ એમ કહેવું ભૂલભરેલું હોવાથી આત્માનું અસ્તિત્વ અનુમાનાદિ આધારે સિદ્ધ થતું હોય તે તે સ્વીકારવું જોઈએ. ચાર્વાક સિવાય દરેક ભારતવર્ષીય દર્શનકારે આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યું છે એટલું જ નહિ, પણ મહાભૂતેમાંથી તેની ઉત્પત્તિ માનનારા ચાર્વાક સામે મરચા પણ માંડ્યા છે. જૈન દર્શન આત્માને શરીર, ઈન્દ્રિય કે મનરૂપ ન માનતાં એથી અતિરિક્ત ઉપગરૂપ ધર્મવાળા પદાર્થરૂપે માને છે. ઇતર દર્શનેથી એ ક્યાં જૂદું પડે છે તેને ઊહાપોહ અત્ર ન કરતાં આહતદર્શનદીપિકા (પૃ. ૨૮-૪૫) જેવા ભલામણ છે. વિશેષમાં ઉપગ યાને ચૈતન્ય એ મહાભૂતને કે તેનાથી બનેલ શરીરને ધર્મ નથી અને એથી કરીને શરીર અને આત્મા જુદે છે. આ હકીકત ન્યાયકસુમાંજલિના સ્પષ્ટીકરણ (પૃ. ૭૧૭૪)માં મેં દર્શાવી છે તેમજ વળી એ ગ્રંથ (પૃ. ૮૦-૮૧)માં ઈન્દ્રિયો પણ આત્મા નથી એ વાત સૂચવેલી છે, તેનું પણ અત્ર પુનરાવર્તન ન કરતાં તે સ્થળો જેવાં ભલામણ છે. આ ઉપરાંત “વિITઘન”ને શ્રીૌતમસ્વામીએ કરેલા અર્થની અને એથી તેમને ઉભેલી જીવ વિષેની શંકાનું નિરસન જે જુદી રીતે અર્થ કરીને શ્રી મહાવીરે કર્યું હતું તેની પણ આછી રૂપરેખાના જિજ્ઞાસુએ આ ગ્રંથનાં ૨૨ મા અને ૨૩ મા પૃષ્ઠ જેવાં. આના વિશેષાર્થીએ વિશેષાવશ્યકની મલધારીય શ્રીહેમચન્દ્રસૂરિકૃત ટીકા તેમજ શ્રીહરિભદ્રસૂરિકૃત પદર્શનસમુચ્ચયની શ્રીગુણરત્નસૂરિકૃત વૃત્તિ જેવી.
विज्ञानक्षणवादेऽत्र, कृतनाशोऽकृतागमः । उदयानन्तरे नाशे, कर्तरि भोक्तृता नहि ॥ ९५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org