Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૭ર
વૈરાગ્યરસમંજરી
[પંચમ વિજ્ઞાન ક્ષણવાદની દૂષિતતા–
–આ વિજ્ઞાનક્ષણિકવાદમાં કૃતનાશ અને અકૃતાગમ (એ બે દેશે) છે, કેમકે ઉદય પછીના વિનાશમાં કર્તાને વિષે ભેતૃત્વ નથી પરંતુ અન્યમાં છે). –૯૫ કૃતનાશ અને અકૃતાગમ–
સ્પષ્ટી—કેટલાક બૌદ્ધ વિજ્ઞાનક્ષણની પરંપરાને જ આત્મા માને છે, કિન્તુ મોતીના સમુદાયમાં પરોવેલા દેરાની જેમ એકાન્વયી આત્મા માનતા નથી. આવી તેમની માન્યતા હોવાથી એ કૃતનાશ અને અકૃતાગમ એ બે દેથી ગ્રસ્ત બને છે. જેમકે બ્રહ્મચર્ય વગેરે શુભ કર્મનું ફળ સ્વર્ગ અને હિંસા વગેરે અશુભ કર્મનું ફળ પાપ જન્માંતરમાં ભગવાય છે. આથી જે જ્ઞાનક્ષણે આ જન્મમાં બ્રહ્મચર્યાદિ અનુષ્ઠાને કર્યા તેને ત્યાં જ નાશ થઈ જવાથી બ્રહ્મચર્યાદિનાં ફળરૂપ સ્વર્ગાદિને ઉપગ તેને સંભવતું નથી એટલે કે કરેલી કિયાનું ફળ મળતું નથી. આ દેષને “કૃતનાશ” તરીકે ઓળખાવાય છે. એવી રીતે જે વિજ્ઞાનક્ષણને સ્વર્ગાદિને ઉપભોગ છે તે વિજ્ઞાનક્ષણે કંઈ બ્રહ્મચર્યનું પાલન કર્યું નથી, કેમકે તેમ કરનારે વિજ્ઞાનક્ષણ તે એનું ફળ ભોગવવાની સ્થિતિ સુધી જીવતે જ રહ્યો નથી. આથી નહિ કરેલા કર્મનું ફળ વિજ્ઞાનક્ષણને ભેગવવું પડે છે એટલે “અકૃતાગમરૂપ દેષ ઉદ્ભવે છે. આવી પરિસ્થિતિમાં એટલે કાર્ય એક વિજ્ઞાનક્ષણ કરે અને તેનું ફળ બીજો વિજ્ઞાન ક્ષણે ભગવે એવી દશામાં કોણ શુભ કર્મમાં પ્રવૃત્તિ કરવા કે અશુભ કર્મથી નિવૃત્તિ સેવવા તૈયાર થાય ?
सन्तानो वस्तुतो नास्त्य-चेतनाचेतनं कथम् ?।
सहकारित्वं भवेन्नैवो-पादानमन्तरा क्वचित् ॥९६॥ સન્તાનની અવાસ્તવિકતા–
ભલે –“ખરી રીતે સન્તાન (પ્રવાહ) નથી. અચેતનમાંથી ચેતત્વ કયાંથી સંભવે ? (કેમકે) ઉપાદાન–કારણ વિના સહકારિત્વ કદાપિ હોય જ નહિ.”—૯૬ પદ્યાર્થીને પ્રફેટ
પછી –ક્ષણિક જ્ઞાનવાદ સ્વીકારતાં એકના એક જ જ્ઞાન–ક્ષણમાં કત્તા અને તૃતા ઘટતી નહીં હોવાથી તેના નિરાકરણ માટે એમ સૂચવાય કે જ્ઞાનક્ષણે પ્રવાહ રૂપે સ્થિર હોવાથી તેને વિષે તે એક જ જ્ઞાનસંતાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org