Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
સર
તે ખેલી ઊઠી કે ત્યારે તેનું શું ? આતે તે ફેણ તે જાગી ઊઠેલે રાજા જાણી ન શક્યું અને તેથી તે વહેમાયા; બાકી ચિલ્લણા તા દિવસના નદીને કિનારે ધ્યાનમાં આરૂઢ અનેલા અને કુશ શરીરવાળા મુનિને જોયા હતા તેની અત્યારે આ ઠંડીમાં શી દશા થતી હશે એ મતલબથી આ પ્રમાણે બેલી હતી. રાજા ખરી હકીકતથી અપરિચિત હતા એટલે તેનાં નેત્રે ક્રોધથી લાલચેાળ અની ગયાં. તેનાં ભવાં પણ ચડી ગયાં. તેના દાંત પણ પીસાઇ ગયા અને તેના શરીરે પણ પરસેવાના બે ઝોખા છૂટી ગયા અને તેના મનમાં તે એ જ વિચાર ઘાળાયા કર્યા કે ચાવીસે કલાક જેની દેખરેખ રખાય છે એવી આ ચિલ્લણાની જ્યારે આ દશા છે, તે ખાકીના અંતઃપુર વિષે તેા કહેવું જ શુ ? સવાર પડતાં આવેશમાં ને આવેશમાં રાજાએ સમસ્ત અંતઃપુરને ભસ્મીભૂત કરવા અભયકુમારને હુકમ કર્યાં. ક્રાય જરા શાંત પડતાં તે મહાવીર પ્રભુ પાસે ગયા અને તેમને વંદન કરી પેાતાના સંદેહને દૂર કરવા માટે ભગવાનને તેણે પૂછ્યું કે ચિલ્લણા પતિવ્રતા છે કે કેમ ? પ્રભુએ ઉત્તર આપ્યા કે તે તે પતિવ્રતા જ છે. આ સાંભળતાં જ તે એકદમ ઊઠયો અને પશ્ચાત્તાપના મા હાંફળા ફાંફળા મહેલ તરફ જવા નીકળ્યેા.
આ તરફ બુદ્ધિના નિધાન અભયકુમારે વિચાર કર્યાં કે કાઇક અસત્ વિકલ્પથી તાતની બુદ્ધિ વિજ્ઞલ થઇ જવાથી તેમણે મને આવેશ અનુચિત આદેશ કર્યાં છે. આથી તેણે અંતઃપુરની આસપાસની ઝુપડીઓને આગ લગાડી, પરંતુ અંતઃપુરને સહીસલામત રાખ્યું. તેમ કરી તે પ્રભુના સમવસરણ પ્રતિ જવા નીકન્યા. રસ્તામાં જ શ્રેણિક મળ્યા. તેણે પૂછ્યું' કે મારા હુકમ પ્રમાણે કર્યું કે ? અભયકુમારે હા પાડી. આથી જેણે અનંતાનુબ`ધી ચારે કાયા તેમજ દ નત્રિકના સર્વથી ક્ષય કર્યાં છે એવા આ રાજાને પિ-તે ખસી ગયા. પેાતે ક્ષાયિક સમ્યક્ી હેાવા છતાં અને અભયકુમાર સમગ્ર સામ્રાજ્યની ધુરાને ધારણ કરનાર, અપ્રતિમ આત્પાતિકી વગેરે બુદ્ધિ-ચતુષ્ટય વડે બૃહસ્પતિને પણ શરમાવનાર, ડગલે ને પગલે જિનશાસનની પ્રભાવના કરનાર તેમજ બધા પુત્રામાં શિરામણ એવા હાવા છતાં ઝટ એ રાજાએ પેાતાના આ વહાલા પુત્રને સભળાવી દીધું કે ત્યારે તુ' કેમ ત્યાં ન મળી મુએ ? અગ્નિમાં પડી આત્મહત્યા કરવાથી શે. લાભ એમ વિચારી અભયકુમાર તે ચાલતા થયે અને પ્રભુ પાસે જઇ તેણે દીક્ષા લીધી.
આ ઉદાહરણ ઉપરથી અનતાનુમન્ત્રી કષાયના ઉદયવાળા જેવાં કઠાર વચન એલે તેવાં, બલ્કે તેથી પણ વધારે કડવાં અને પ્રાણઘાતક વચના ક્ષાયિક સમ્યીના મુખમાંથી ઝરે છે એમ શું નથી જોવાતું ? તે આવી પરિસ્થિતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org