Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
33.
ગુચ્છક ] સોનુવાદ
૩૩ મિથ્યાભિનિવેશનું લિંગ
પ્લે –“સૂત્ર અને તેના અર્થથી વિહીન ( અર્થાત આગમ તેમજ તેના અર્થની વિધિની) તેમજ ગીતાર્યો દ્વારા નિષેધાયેલી એવી ચેષ્ટ મિથ્યાભિનિવેશને સારી રીતે સાધી શકે અને એ (મિથ્યાભિનિવેશ) મિથ્યાત્વને સમ્યગ રીતે સાધી શકે, ''–૩૨ ગીતાર્થનું સ્વરૂપ
સ્પષ્ટી–ગીતાર્થ એ “ગીત” અને “અર્થ” એ બે શબ્દથી નિષ્પન્ન થયેલ છે. તેમાં ગીતને અર્થ “સૂત્ર' જાણ અને “અર્થથી “સૂત્રને અભિધેય” સમજ. એ બેને વેગથી ગીતાર્થ શબ્દ બને છે. કહ્યું પણ છે કે
"गीयं भन्नइ सुत्तं अत्थो तस्सेव होइ वक्खाणं ।
નીચ જ વાર , સંનો રોફ જીવો II –આર્યા મિથ્યાભિનિવેશને જાણવાની રીત
મિથ્યાભિનિવેશ એ આત્માને ધર્મ હોવાથી આત્માની જેમ તે પક્ષ છે–ચર્મચક્ષુથી ગ્રાહ્ય નથી તે પછી એની ઉત્પત્તિ કેવી રીતે જણાય એ કઈ પ્રશ્ન કરે તેના ઉત્તરરૂપે આ પદ્ય છે. જે ચેષ્ટા મિથ્યાભિનિ. વેશની અવ્યભિચારિણી હેય- ચેષ્ટામાં મિથ્યાભિનિવેશના વ્યભિચારને સંભવ ન હોય તે ચેષ્ટા મિથ્યાભિનિવેશને સિદ્ધ કરી શકે–તે ચેષ્ટા વડે મિથ્યાભિનિવેશ હેવાની પ્રતીતિ કરી શકાય. આ ચેષ્ટાને કયાં તે આગમન અર્થ સામે વિરોધ જણાય અર્થાત્ આગમમાં સૂચવ્યા કરતાં વિરુદ્ધનું વર્તન હોય તે તે વર્તન યાને ચેષ્ટાથી મિથ્યાભિનિવેશનું અનુમાન થાય છે. જેમકે ઓગણીસમા તીર્થકર મલ્લિનાથના પૂર્વ ભવમાં તેમના મહાબળ તરીકેની ઉત્પત્તિ દરમ્યાન અસાધારણ તપના અભિગ્રહ પૂર્વકની તેમની ક્રિયા પણ, આ મારા મિત્ર-મુનિઓથી જેમ ગૃહસ્થાશ્રમમાં હું અપ્રતિમ હતું તેમ અત્ર મુનિ-અવસ્થામાં પણ તેમનાથી કેવી રીતે અપ્રતિમ રહું એવા વિચારથી-મિથ્યાભિનિવેશથી ઉદ્ભવેલી હોવાથી સિદ્ધાન્તથી વિરુદ્ધ છે. પીઠ અને
૧ છાયા--
गीतं भण्यते सूत्रं अर्थस्तस्यैव भवति व्याख्यानम् । गीतस्य चार्थस्य च संयोगाद् भवति गीतार्थः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org