Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
२६
વૈરાગ્યરસમજરી
[પંચમ અને છંદગી પર્યંત અનુસરે છે. વળી આ કષાયે કમશઃ દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિના હેતુએ છે. આ ઉપરથી અનંતાનુબંધી કષાયેના ઉપશમને લિંગ માનનાર એમ સૂચવવા મથે છે કે દુષ્ટ ભાષાદિ વડે માની લઈએ કે અનંતાનુબંધી કષાયોની ઇતર કષાયથી ભિન્નતા સિદ્ધ થતી નથી તે પણ જીંદગી પર્યત રહે છે એ દ્વારા તેમજ નરકગતિના હેતુરૂપ છે એ દ્વારા પણ અનંતાનુબંધીની ઈતર કષાયેથી વિશેષતા સ્પષ્ટ જણાઈ આવે છે. એટલે આ પ્રમાણે વિશેષતાનું જ્ઞાન થતું હોવાથી અનંતાનુબંધી કષાયેના ઉપશમને સમ્યકત્વના લિંગ તરીકે સ્વીકારવું સમુચિત છે. ઉપર સૂચવ્યા મુજબ જે વિશેષતા સ્વીકારવામાં આવે તે નીચે મુજબ દૂષણ ઉદ્દભવે છે -- આ અવિરતિને લીધે દારુણ નરક વગેરેનાં દુઃખરૂપ ફળો ભેગવવા પડે છે તેમજ કર્મ-બંધ થાય છે, જ્યારે વિરતિના પ્રતાપે સ્વર્ગ અને અપ વનું નિસીમ સુખ મળે છે એમ જાણવા છતાં અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી સમ્યગ્દષ્ટિ જીવ વિરતિ પામતે નથી, એથી આ અવિરત સમ્યગ્દષ્ટિ જીવને તિર્યંચગતિને પ્રસંગ છે, કેમકે એણે તિર્યંચગતિમાં જવા ગ્ય આયુષ્યને બંધ કર્યો છે. વળી આપના મત પ્રમાણે અપ્રત્યાખ્યાન કષાયને ઉદય તિર્યચ–ગતિને હેતુ હેવાથી તેને તે ઉદય છે. પરંતુ આ વાત ઠીક નથી, કેમકે જેમણે આયુષ્યને બંધ કર્યો નથી એવા સમ્યગ્દષ્ટિએ વૈમાનિક દેવગતિને જ આયુષ્યને બંધ કરે છે. કહ્યું પણ છે કે
૧ સરખા કષાયની આ સ્થિતિ સાથે પૃ. ૨૬ તેમજ કર્મવિપાક નામના પહેલા કર્મગ્રંથની નિમ્નલિખિત ગાથા– " जाजीववरिसचउमासपक्खगा नरयतिरियनरअमरा ।
सम्माणुसव्व विरईअहक्खायचरित्तघायकरा ॥ १८ ॥" [ यावज्जीववर्षचातुर्मासपक्षगा नरकतिर्यनरामराः ।
सम्यक्त्वाणुसर्वविरतियथाख्यातचारित्रघातकरीः ॥]
અત્ર જે કષાયની સ્થિતિ નિર્દેશી છે તે વ્યવહાર-નય પૂર્વક સમજવી. કેમકે શ્રીબાહુબલિ વગેરેને સંજવલન કષાય તે એક વર્ષ પર્યતન હતું તેમજ શ્રીપ્રસન્નચંદ્ર રાજર્ષિના સંબંધમાં અનંતાનુબંધી કષાયને ઉદય અંતર્મુહૂર્ત સુધીનો હતો. વળી અનંતાનુબધી કષાયને ઉદય રહેવા છતાં પણ કેટલાક મિથ્યાદષ્ટિઓને ઉત્પાદ રૈવેયકમાં થયાનું વર્ણન શાસ્ત્રમાં મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org