Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૯૬
વૈરાગ્યરસમંજરી
[ પંચમ આ ઉપરથી સમજાય છે કે તીર્થંકર-નામ-કર્મનાં દળિયાં ખપાવવા માટે તીર્થ કર દેશના દે છે, પરંતુ જેમ દાળ ભેગી ઢોકળી ચડી જાય છે તેમ આ દેશનાના શ્રવણથી ભવ્ય જીને અપૂર્વ લાભ થાય છે. એને લક્ષ્મીને ધર્મદેશનાનું ફળ શ્રીગુણચન્દ્રગણિકૃત મહાવીરચરિત્રના ૨પરમા પત્રમાં નિર્દેશાયું હોય એમ જણાય છે. દેશનાનું રહસ્ય
જે દેશનાના આપણે આ પ્રમાણે ગુણ ગાયા છે અને ગાઈએ તે સંબંધમાં એક વાતને નિર્દેશ કર રહી જાય છે તે એ છે કે દેશના આપનાર કેવળ પિતે સર્વજ્ઞ છે, અન્ય કોઈ થયા નથી કે થશે નહિ એવું એકદેશીય અને અત એવ અસત્ય તત્વ ન પ્રરૂપતાં પિતાના જેવા સર્વજ્ઞ થયા છે અને થશે, સ્ત્રીઓ પણ સર્વજ્ઞતા તેમજ સિદ્ધિને પામી શકે છે, એવી ઉલ્લેષણ કરે છે. આનું પ્રબળ પ્રમાણ આગમે છે. વિશેષમાં ભગવન મહાવીરને પૂર્વ તીર્થકરેએ જે કહ્યું છે તે હું કહું છે, એવા ઉલ્લેખ કરનાર તરીકે આગામોમાં આલેખવામાં આવ્યા છે એ ઉપરથી આ વાત ફલિત થાય છે.
આ તે આપણે તીર્થકર દેવેની દેશનાને વિચાર કર્યો. દેશના સંબંધી ડે ઘણો ઊહાપોહ આચારાંગ (અ, ૨, ૩, ૬, સૂ. ૧૦૧–૧૦૨)ની શ્રીનીલકસૂરિકૃત વૃત્તિ તેમજ આપપાતિક સૂત્ર (સૂ.૩૪)માં નજરે પડે છે. ગ્રંથગીરવના ભયથી અત્ર એટલું જ નિવેદન કરીશ કે જે જે રીતે બોધ પામે તેને તે રીતે ઉપદેશ આપે ઉચિત છે. અર્થાત દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવનો ખ્યાલ રાખવો જોઈએ. અન્ય દર્શનીય રાજાને ઉપદેશ આપતી વેળા તે એ ખાસ વિચારવું જોઈએ કે શું તે અભિગૃહીત મિથ્યાદષ્ટિ છે કે અનભિગૃહીત કે તે સંશયશીળ છે ? જે તે અભિગ્રહીત મિથ્યાદિષ્ટ હોય તે તીર્થિકોની જાળમાં સપડાવાથી તે તે છે કે પોતાની મેળે જ તે તે છે ? આવી તપાસ કર્યા વિના તેને એમ કહેવામાં આવે કે
તરાનાસમ, તાસિનો ધ્વારા
दशध्वजसमा वेश्या, दशवेश्यासमो नृपः ॥" અર્થાત્ દશ કતલખાના ચલાવનારા એટલે કુંભાર, દશ કુંભાર જેટલો વજ (પીઠું રાખનાર), દશ વજના સમાન વેશ્યા અને દશ વેશ્યા તુલ્ય રાજા પાપી છે તે તે રાજા ગુસ્સે થાય એટલું જ નહિ પણ સકળ સંઘને ભયંકર આફતમાં નાંખે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે વ્યક્તિની પરીક્ષા કર્યા વિના તેને ઉપદેશ આપવો તે અવિધિ ( ૧ વ્યક્તિ મિશ્રાદષ્ટિ છે કે ભદ્રપરિણામ છે? કયા આશયથી એ પૂછે છે ? તે કેને દેવ તરીકે નમન કરે છે ? તે ક્યા દર્શનનો છે ? આ દ્રવ્ય સંબંધી આલોચના થઈ. અહીં વૈષ્ણનું જોર છે કે શિવનું કે જૈનોનું કે ઉત્સર્ગ ચિનું એ ક્ષેત્ર પરત્વેની આલોચના છે. આ કો કાળ છે? દુષમાદિક કે દુર્લભદ્રવ્યકાલ ? આ કાલ સંબંધી આલોચના છે. પૂછનારમાં રાગ અને દ્વેષથી પર એ મધ્યસ્થ ભાવ છે કે નહિ એ ભાવવિષયક આલેચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org