Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
સાનુવાદ
ગુચ્છક
નયાનું નિરૂપણ-
કોઇ પણ વિષયનું સાપેક્ષપણે નિરૂપણ કરનારા વિચારને ‘નય’ કહેવામાં આવે છે. આથી નયાનું નિરૂપણ કરવું અને અર્થ વિચારોનું વર્ગીકરણ કરવું એવા થાય છે. નયાનું વર્ગીકરણ ત્રણ જીદ્દી જુદી રીતે થયેલું જૈન દર્શનમાં નજરે પડે છેઃ-(અ) એક પર્'પરા સીધી રીતે પહેલેથી જ (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) અનુસૂત્ર, (૫) શબ્દ, (!) સમભિરૂઢ અને (૭) એવંભૂત એમ નયના સાત પ્રકારો વર્ણવે છે (આ પરંપરા શ્વેતાંબરીય આગમામાં અને દિગ બરીય ગ્રન્થેમાં છે); (આ) નાગમ સિવાયના છ ભેદો સ્વીકારનારી તાર્કિકચક્રચૂડામણિ શ્રીસિદ્ધસેન દિવાકરની પર પરા; અને (ઇ) વાચકવર્ય શ્રીઉમાસ્વાતિની કે જેએ તત્ત્વાર્થસૂત્ર અને તેના સ્વપજ્ઞ ભાષ્યમાં નયના નૈગમથી માંડીને શબ્દ સુધીના પાંચ ભેદે અને શબ્દના સાંપ્રત, સમભિરૂઢ અને એવભૂત એમ શબ્દના ત્રણ ઉત્તર ભેદને ઉલ્લેખ કરે છે.
૩૦૭
નયવાદનું સ્વરૂપ
નયવાદ એટલે વિચારાની મીમાંસા. આ વાદમાં માત્ર વિચારાનાં કારણેા, તેનાં પરિણામ કે તેના વિષયની જ ચર્ચાના સમાવેશ થાય છે એમ નહિ, કિન્તુ એમાં પરસ્પર વિરોધી જણાતાં પરંતુ વાસ્તવિક રીતે જોતાં અવિરોધી એવા વિચારાના અવિરોધીપણાના કારણનું ગવેષણુ મુખ્યપણું છે એટલે કે વિરાધી દેખાતા વિચારાના વાસ્તવિક અવિરોધનું મૂળ તપાસનાર અને તેમ કરી તેવા વિચારાના સમન્વય કરનારૂં શાસ્ત્ર તે ‘નયવાદ' છે. અવિરોધનું મૂળ વિચારકની દૃષ્ટિ-તાત્પર્યમાં રહેલું છે. આ દૃષ્ટિને જૈન શાસમાં અપેક્ષાના નામથી ઓળખવામાં આવે છે. તેથી નયવાદ અપેક્ષાવાદ' પણ કહેવાય છે, નય-દેશનાની પૃથક્તા અને વિશિષ્ટતા
Jain Education International
નય અને શ્રુત એ બંને વિચારાત્મક જ્ઞાન છે છતાં એ એમાં તફાવત છે; કેમકે કાઇ પણ વિષયને સાથે સ્પર્શી કરનાર અથવા તેમ કરવાને પ્રયત્ન કરનાર વિચાર ‘શ્રત’ છે, જ્યારે તે વિષયને માટે એક અંગે જ સ્પર્શ કરી બેસી રહેનાર વિચાર ‘નય’ છે. આથી સમજી શકાય છે કે નય એ શ્રુત પ્રમાણના અા છે. કોઇ પણ વિષય પરત્વે અંશે અંશે વિચાર ઉત્પન્ન થઈને જ છેવટે તે વિશાળતા કે સમગ્રતામાં પરિણમે છે, જે ક્રમપૂર્વક વિચાર ઉત્પન્ન થાય છે તે જ ક્રમે તવોધના ઉપાય તરીકે તેનું વર્ણન કરવું જોઈએ એમ માનતાં સ્વાભાવિક રીતે જ નયનું નિરૂપણ જૈન શાસ્ત્રોમાં શ્રુતપ્રમાણથી ખુદું કરવામાં આવ્યું છે. વળી કેાઇ વિષયમાં ગમે તેટલું સમગ્ર જ્ઞાન હાય તેપણુ વ્યવ હારમાં તેને ઉપયોગ અંશે અંશે થતા હેાવાથી સમગ્ર વિચારાત્મક શ્રુત કરતાં અંશવિચારાત્મક નયનું નિરૂપણ જીવું કરવાનું પ્રાપ્ત થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org