Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[ પંચમ
શ્રુત એ આગમ-પ્રમાણ હેાવાથી નયવાદના આગમ-પ્રમાણમાં અંતર્ભાવ થાય છે. આગમ-પ્રમાણ તા જૈનેતર દર્શનો પણ સ્વીકારે છે. તેમ છતાં પણ નયવાદની જુદી દેશનાને કારણે જૈન તત્ત્વજ્ઞાનની વિશેષતા મનાય છે. આનુ કારણ નયવાદની જુદી પ્રતિષ્ઠા જૈન દર્શને જે હેતુથી કરી છે તે જ છે. એ હેતુ એ છે કે સામાન્ય રીતે મનુષ્યની જ્ઞાનવૃત્તિ અધુરી છે, અને અસ્મિતા-અભિનિવેશની બહુલતા છે. જેથી કરીને જ્યારે તે કાઇ પણ ખખતમાં અમુક વિચાર કરે છે ત્યારે તે વિચારને છેવટના અને સંપૂર્ણ માનવા પ્રેરાય છે. આ પ્રેરણાથી તે બીજાના વિચારને સમજવાની ધીરજ ખાઇ બેસે છે; છેવટે પેાતાના આંશિક જ્ઞાનમાં સંપૂર્ણતાના આરોપ કરી લે છે. આવા આરોપને લીધે એક જ વસ્તુ પરત્વે સાચા પણ જુદા જુદા વિચાર ધરાવનારાએ વચ્ચે અથડામણી ઊભી થાય છે અને તેને લીધે પૂં અને સત્ય જ્ઞાનનુ' દ્વાર બંધ થઇ જાય છે; તેથી સત્ય અને પૂર્ણ જ્ઞાનનુ દ્વાર ઉઘાડવા અને વિષમતા અને વિવાદને દૂર કરવા નયવાદની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને એ દ્વારા એમ સૂચવાયું છે કે દરેક વિચારક પેાતાના વિચારને આગમપ્રમાણુ કહ્યા પહેલાં તપાસી જુએ કે તે વિચાર પ્રમાણની કેટિએ મૂકાય તેવા સવાશી છે કે નહિ. આવું સૂચન કરવું એ જ એ નયવાદ દ્વારા જૈન દર્શનની વિશેષતા છે.
નિક્ષેપ—
સમગ્ર વ્યવહારનું કે જ્ઞાનની આપ લેનુ' સાધન ભાષા છે. ભાષા શબ્દોની બનેલી છે. એક જ શબ્દના પ્રયાજન કે પ્રસંગ પ્રમાણે અનેક અર્થમાં ઉપયોગ કરાય છે. દરેક શબ્દના ઓછામાં ઓછા ચાર અ જોવાય છે. એ જ ચાર અર્થે એ શબ્દના–અર્થસામાન્યના ચાર વિભાગ છે. એ વિભાગ જ ‘નિક્ષેપ’ યાને ‘ન્યાસ’ કહેવાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ છે. એ જાણુવાથી તાપ સમજવામાં સરલતા થાય છે. એનાથી એટલું પૃથક્કરણ થઈ જાય છે કે મેાક્ષમાર્ગરૂપે સમ્યગ્દર્શન આદિ અર્થ અને તત્ત્વરૂપે જીવાજીવાદિ અ અમુક પ્રકારના હોવા જોઇએ, ખીન્ન પ્રકારના નહિ. આ ચારે નિક્ષેપોની રૂપરેખા મે આર્હતદર્શનદીપિકા (પૃ. ૧૪૭–૧૫૮)માં આલેખી છે. એટલે અહીં તેનું પુનરાવર્તન કરવાની જરૂર જોતે નથી.
૩૮
तत्त्वज्ञानविहीनोऽपि तत्त्वश्रद्धानमात्रतः ।
सम्यक्त्वं लभते कश्चिन् - माषतुषमुनीशवत् ॥ १९ ॥ સમ્યક્ત્વની પ્રાપ્તિનું સાધન
શ્લા—“ તત્ત્વ-જ્ઞાનથી રહિત હાવા છતાં તત્ત્વોને વિષે કેવળ શ્રદ્દા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org