Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૧૪
વૈરાગ્યરસમંજરી
પંચમ ઉદ્દભવે છે. વળી જેમ સૂર્યને ઉદય થતાં તેને વિરોધી અંધકાર દૂર થઈ જાય છે તેમ સમ્યકત્વને પ્રાદુર્ભાવ થતાંની સાથમાં જ મિથ્યાત્વના કાર્યરૂપ મિથ્યાભિનિવેશને કે જે સમ્યક્ત્વને વિરોધી છે તેને નાશ થઈ જાય છે. વાસ્તે મિથ્યાનિવેશને ઉપશમ એ સમ્યકત્વનું કાર્ય હોવાથી સમ્યક્ત્વનું અનુમાન કરાવે છે–એ એનું લિંગ છે. કેમકે જેના પછી જે નકકી ઉત્પન્ન થાય છે તે તેનું કાર્ય ગણાય છે એ ન્યાય પૂર્વક મિથ્યાભિનિવેશન ઉપશમ એ સમ્યક્ત્વનું કાર્ય છે. જેમ ધૂમાડા વડે અગ્નિનું અનુમાન કરાય છે તેમ આના વડે સમ્યકત્વનું અનુમાન કરાય છે. નહિ કે અનંતાનુબંધી કષાયના ઉપશમ વડે; વાતે આ એનું લિંગ છે.
દેશવિરતિ અથવા સર્વવિરતિરૂ૫ ચારિત્રને આચ્છાદન કરનારૂં કર્મ “ચારિત્રમોહનીય કહેવાય છે. આ ચારિત્રમેહનીયના સોળ કષાય અને નવ નકષાયે એમ પચ્ચીસ ભેદો છે. આથી કરીને કષા ચારિત્રમોહનીયરૂપ હેવાથી તેઓ ચારિત્રનું આવરણ કરી શકે, નહિ કે સમ્યક્ત્વનું કેમકે એકનું કાર્ય બીજાથી ન થાય; નહિ તે માટીના પિંડથી પણ પટ તૈયાર થાય. એમ ભલે થાય એમ કહેવું યુક્ત નથી. નહિ તે સર્વ કેઈ સર્વ કેઈનું કારણ માનવું પડશે.
વળી આ પ્રમાણે ચારિત્રહનીય જ જ્યારે સમ્યક્ત્વનું આવરણ કરી શકે તેમ છે તે દર્શનમોહનયને એનાથી ભિન્ન શા સારૂ માનવું ? કેમકે દર્શન મેહનીયનું કાર્ય તે ચારિત્રમોહનીય કરે છે અને એમ માનતાં મેહનીયની દ્વિવિધતાની ભજના સ્વીકારવી પડશે. જે જેને વિરોધી હોય તેના અભાવથી તેનું અસ્તિત્વ જણાય. જેમકે અંધકારને અભાવ પ્રકાશને જણાવે છે. અંધકાર એ પ્રકાશને વિરોધી છે તે અંધકારના અભાવમાં પ્રકાશનું અસ્તિત્વ જણાય છે. એવી રીતે કષા એ ચારિત્રના વિરોધી છે, વાસ્તે કષાયના ઉપશમથી–એના અભાવથી ચારિત્રને ઉદય થાય, નહિ કે સમ્યકત્વને. આગમમાં કષાયને ચારિત્રના વિરોધી ગણ્યા છે. કહ્યું પણ છે કે –
“ सव्वे वि हु अइयारा संजलणाणं उ उदयओ होति ।
મૂરિજી જુન દોરૂ રાસ જાવાળું –આર્યા અર્થાત્ સર્વે અતિચારે સંજવલન કષાયેના ઉદયથી હોય છે, જ્યારે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ કાધાદિ બાર કષાયોના ૧ છાયા—
सर्वेऽपि खलु अतिचाराः सज्वलनानां तु उदयाद् भवन्ति । मूलच्छेद्यं पुनर्भवति द्वादशानां कषायाणाम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org