Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૦૪
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ देशावकाशिकं नाम, दशमं व्रतमुच्यते ।
पर्वादौ पौषधं कृत्वा, पाल्यमेकादशंवतम् ।। १४ ।। દશમા અને અગ્યારમા વ્રત
--“દેશાવકાશિક દશમું વ્રત કહેવાય છે. પૂર્વ વગેરે (દિવસોમાં) પૈષધ કરી પૌષધ નામ અગ્યારમું વ્રત પાલવું જોઈએ.”—૧૪ આદિ શબ્દને હેતુ
સ્પષ્ટી--ગ્રંથકાર તપાગચ્છીય છે અને તેથી તેઓ ખરતરગચ્છીય જેનેની જેમ પર્વને જ દિવસે પૌષધ કરે એ વાત સ્વીકારતા નથી, પરંતુ અન્ય દિવસે પણ પૌષધ લઈ શકાય છે એવું તેમનું મંતવ્ય છે. આ મંતવ્યના સૂચન માટે તેમણે આદિ શબ્દનો પ્રયોગ કર્યો હોય એમ જણાય છે.
अतिथिसंविभागेन, क्रियते द्वादशवतम् ।
स्वर्गगा हि व्रतस्थाः स्युः, पशवो व्रतवर्जिताः॥ १५॥ વ્રતધારીઓની ગતિ
લે-- “અતિથિની સાથે સંવિભાગ કરવાથી બારમું વ્રત થાય છે. એ પ્રમાણે બાર વ્રતો પાલવા જોઈએ, કેમકે વ્રતધારી (છ) વર્ગે જાય, જયારે વ્રત રહિત (જીવ) પશુ થાય-તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય.”—૧૫
महाव्रतानि लब्धानि, नैव द्वादश व्रतानि च ।
सम्यक्त्वं येन नो लब्धं, तस्य जन्म निरर्थकम् ॥ १६ ॥ સમ્યક્ત્વ વિના જન્મની નિરર્થકતા
—પાંચ મહાવ્રતો, બાર ત્રતે કે સમ્યકત્વ (પણ) જેણે પ્રાપ્ત કરેલ નથી તેને જન્મ નિરર્થક છે–એળે ગયે છે.”—૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org