Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૯૪
વૈરાગ્યરસમંજરી
[ પંચમ છે. સમાં જેને સમાવેશ થાય છે એવા ચેતન અને જડ તનું પંચમ ગણધર શ્રી સુધર્મસ્વામીએ જે ચિત્ર આલેખ્યું છે તેની સુંદરતા, સંસ્કારિતા અને અભિજાતતા કોને આભારી છે? એ ચિત્રને ઉઠાવ, એના રંગની મિલાવટ, એને માટે વપરાયેલી પીંછીને કુમાશ અને એનું કેશલ્ય પ્રશંસાપાત્ર બન્યું છે તે તેમાં કેને હાથ છે ? કહેવું પડશે કે વીસમા તીર્થંકર શ્રમણ ભગવન મહાવીરની અપ્રતિમ, આદરણીય અને અનુકરણીય વાણીના સહકારને; તેને અનંત દિગંતના દર્શન કરાવનારી પષ્ટિક અને પ્રત્સાહિક દેશનાની સહાયતાને.
જે દેશના આપવા પૂર્વ ચરાચર જગતનું હસ્તામલકત જ્ઞાન પ્રાપ્ત કરાયું હોય તે દેશનાનું મૂલ્ય કેમ અંકાય ? દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવના પૂરેપૂરા ચિકિત્સકની વાણીનું પાણી કેવી રીતે મપાય? સુંદર, સાર્થક અને સુખી જીવનના ઘડતરમાં અને ભાગ ભજવનારી, ભાષા–સાષ્ઠવથી ભરપૂર અને મધુરતાની ખાણુરૂપ જિન-વાણીના પ્રતિધ્વનિઓ ભગવતી સરસ્વતીની વીણામાંથી સંભળાય છે એમ કહેવું શું વધારે પડતું છે ? તીર્થંકરની વાણીની મીઠાશ, અસંદિગ્ધતા, અગ્રામ્યતા, રસિકતા, કેમલતા, મનહરતા, હૃદયંગમતા, જનગામિતા, સર્વસ્પર્શિતા ઈત્યાદિની જેટલી પ્રશંસા કરાય તેટલી ઓછી છે.
વિચાર-વિપુલતાથી વિભૂષિત, શબ્દ-લાલિત્યથી લલિત, વિશુદ્ધ વર્ણનશૈલીથી અંકિત, ક્ષુદ્ર અને મલિન વિચાર તેમજ અશુદ્ધ અને અનુચિત વર્તનની અપવિત્ર રજકણોને દૂર કરનારી તેમજ જાતિ-વૈરને જલાંજલિ આપનારી દેશના અર્ધમાગધી ભાષામાં અપાય છે. આ વાતની સમવાયાગાદિ આગામે સાક્ષી પૂરે છે.
સામાન્ય જનતા એને લાભ લઈ શકે તે માટે આ ભાષાને ઉપગ કરાય છે. આ ભાષા સંસ્કૃત નથી એ વિષે તે બે મત નથી. આ ભાષાની ગહનતા અને સાથે સાથે સુકેમલતા સુજ્ઞ મનુષ્યનું મસ્તક કંપાવે છે. શંભુરહસ્ય નામના અજૈન ગ્રંથમાં પ્રાકૃતને સંસ્કૃત કરતાં પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. એથી પણ આ ભાષાની સહૃદયતા સમજી શકાય છે. વિશેષમાં મૂળથી
૧ આથી શું સમજવું એ સંબંધમાં ન્યાય-વ્યાકરણ-તીર્થ પં. હરગોવિંદદાસે યોજેલે પાઈઅ-સમહષ્ણવો'ના ચેથા અંકને ઉપઘાત (પૃ. ૨૧-૨૭ ) જે. ૨ આ રહ્યો તે ઉલ્લેખ –
“મા ડૂમાલ મારાNખમrrat”
[ भगवांधार्धमागध्या भाषया धर्ममाचष्टे ] ૩ જુઓ આહતદનદીપિકા (પૃ. ૧૩૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org