Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ] સોનુવાદ
૨૫ મીઠી એવી આ ભાષામાં અપાતી દેશનારૂપ સુવર્ણને દેના દુન્દભિના નાદરૂપ સુગંધને સુગ મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તીર્થંકર માલકેશાદિ રાગબદ્ધ દેશના આપતા હોય ત્યારે તેમના અનુપમ સૂરમાં સુરે સૂર પૂરે છે. કેઈ કોયલકંઠી ગાયક સંગીત શાસ્ત્ર અનુસાર ગાઈ રહ્યો હોય અને તેમાં વાદિત્રને સહકાર સંધાય તે પછી એ સૂરની મીઠાશ કેવી જામે? એવી જ રીતે અહીં ઉત્તમ સ્વરેચ્ચાર પૂર્વક–સ્વરના ઉચ્ચારણના સંપૂર્ણ ઉત્કર્ષમય દેશના સર્વોત્તમ સંહનન અને અનુપમ સંસ્થાનવાળા તીર્થંકરના કંઠમાંથી બહાર નીકળતાં તે સંગીતમય સંદેશને સ્વાંગ સજેલી જણાય તો તેમાં શું આશ્ચર્ય છે ? એને તાનપલટો અનેકના જીવનમાં પલટે પેદા કરે છે તેમાં શી અભુતતા છે ?
આ વાણીની મીઠાશ કેવળ શબ્દ-ગુંથન પૂરતી કે શબ્દ ચિત્રની પ્રતિમા ખડી કરવા પૂરતી જ નથી. પરંતુ એમાં તે અખિલ ભૂમંડલને મહામાંગલિક મહામંત્ર સમાયેલું છે. જગના સર્વ પ્રાણીઓ પર દયાભાવ રાખ, કેઈને પણ કષ્ટ થાય એવી રીતે ન વર્તવું, સદાચારથી સને ઉદ્ધાર છે (ભલે પછી તે શૂદ્ર કયાં ન હોય, અરે તિર્યંચ પણ હોય ને) એ એને સાર છે. દેશનાની સફળતા--
અજેય બળ અને સંપૂર્ણ આત્મવિશ્વાસથી વિભૂષિત, પક્ષપાતથી પરામખ અને સરલતા, નિર્ભયતા અને સર્વજ્ઞતાની મૂર્તિરૂપ એવા તીર્થકરની દેશના રેચક, શિક્ષાપ્રદ, અને માર્ગદર્શક નીવડે એ સ્વાભાવિક છે કેમકે આત્મલાઘા કે પરનિન્દા માટે એમાં સ્થાન જ નથી, એ બે રાણીઓના અધપતન પછી તે આવી દેશનાને પ્રાદુર્ભાવ થાય છે. કહેવાનો મતલબ એ છે કે તીર્થકરના સંદેશની સફળતા થવામાં એમની સગીય સત્યવાદિતા, સહદયતા અને ઇન્દ્રિય-સંયતિ (વિષયમાં સંપૂર્ણ આસક્તિને અભાવ) કારણભૂત છે. દેશના આપવાનું કારણું--
અત્ર એ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે લક્ષ્મી મેળવવા માટે કે કીર્તિ સંપાદન કરવા માટે કે પુણ્યનું ઉપાર્જન કરવા માટે તીર્થંકર ઉપદેશ આપતા નથી. આ તે કૃતકૃત્યની વાણું છે. દીક્ષા લીધી તે પૂર્વે જેમણે એક વર્ષ પર્યત દાન દીધું, ત્રણ અબજ, અઠ્યાસી કોડ અને એંસી લાખ સુવર્ણનું દાન દઈ જે દાનવીર બન્યા તે વ્યક્તિ શું ધનની આશા રાખે ? જેમના અવતાર-સમયથી માંડીને તે માક્ષગમનના કાળ પર્યત જેમને કીર્તિ પટહ ચોસઠ ઈન્દ્રો વગાડી અણમૂલે લહાવે લે છે તેમને કીર્તિની આકાંક્ષા હેઈ ખરી ? તીર્થંકરનામકર્મરૂપ પુણ્ય પ્રકૃતિને વેચવાને માટે, એ કર્મને ભોગવવા માટે તે જેઓ ધર્મોપદેશ કાર્ય કરી રહ્યા છે તેમને શું પુણ્યનું પ્રલોભન સંભવ છે કે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org