Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૦૮
વૈરાગ્યરસમ જરી
[ ચતુર્થ
સમીપ
કરણની મમતા ત્યજી દઇ, પોતે નમસ્કાર મંત્રનું ધ્યાન ધરતા અથવા વર્તી સાધુ પાસે સાંભળતા દેહનું ઉર્તન, પરિવર્તન વગેરે કરતા સમાધિપૂર્વક કાળ કરે તે ભકત--પ્રત્યાખ્યાન-મરણ” જાણવું,
અવમ એટલે ઊણું (ઊન) ઊણું; પેટ રહે તેમ આહાર લેવા તે ‘અવમાદર્ય’ છે. આથી આ ઊનાદર્યું પણ કહેવાય છે. મહાયત્નપૂર્વક માં ઊંઘાડીને જેવડા કાળીયા કરાય તે ઉત્કૃષ્ટ કવલ અને મેહુ સંકેાચ્યા ખાઇ જે કાળી કરાય તે અવકૃષ્ટ કવલ છે. આ બંને પ્રકારના કવલેાને છેોડીને મધ્યમ કવલેાને લક્ષ્યમાં લેતાં અવમાંન્દર્યના અલ્પ-આહાર-અવમાદર્ય, ઉપાર્ધ-અવમૈાદર્ય અને કિંચિત્- ન્યૂન અવમાદર્ય એમ ત્રણ ભેદ પડે છે. પુરુષના આહાર ૩૨ કવલના ગણાય છે, જ્યારે સ્ત્રીના ૨૮ ના ગણાય છે. એક કાળીઆથી માંડીને આઠ કાળીઆએ જેટલા ખારાક લેવા તે ‘ અલ્પ-આહાર-અવમાદર્ય' છે. ખાર કાળીઆના આહાર તે ઉપાઅર્ધ-અવમાદર્ય’ છે, કેમકે ચાર કાળીઆ વધતાં અડધા અડધ આહાર થાય. પૂરેપૂરે આહાર ન કરતાં એક કાળીએ આછે. આહાર કરવા તે ‘કિચિત્—ન્યૂન-અવમાદર્ય’ છે.
વૃત્તિસંક્ષેપ, વૃત્તિએેદ અને વૃતિપરિસંખ્યાન એ એકાર્યક છે. વૃત્તિ એટલે જીવન, આજીવિકા, આહાર, વસ્ત્ર ઈત્યાદિ જે દ્રવ્યેા વડે આજીવિકા ચાલતી હાય તેને સક્ષેપ કરવા પરત્વે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાત્ર આશ્રીને જૂદા જૂદા અભિગ્રહ ધારણ કરવા તે વૃત્તિસંક્ષેપ છે.
રસ એટલે દૂધ, દહીં, ઘી, ગાળ, તેલ અને પકવાન્ન. એ છ રસિક પદાથે આત્મામાં વિકાર ઉત્પન્ન કરે છે. વાસ્તે તે ‘વિકૃતિ' કહેવાય છે. તેના ત્યાગ ચાને પરિહાર તે રસ–પરિત્યાગ’ છે. મદ્ય, માંસ, મધ, માખણ વગેરે મહાવિકૃતિઓનુ પ્રત્યાખ્યાન તેમજ નીરસ-લૂખા ભાજનના અભિગ્રહ ઇત્યાદિ રસ-પરિત્યાગના અનેક ભેદે છે.
કાય એટલે શરીર અને ક્લેશ એટલે ખાધા-પીડા. આગમને અનુસરનારી તેમજ નિર્જરાના કારણરૂપ એવી શારીરિક પીડા તે ‘કાય-ફ્લેશ' છે. એના પણ અનેક પ્રકારો છે. જેમકે વીરાસન, ઉત્કંઠુકાસન, દડ઼ાયતશયન, વગેરે તેમજ આતાપના, શિયાળામાં આઢવાનાના અસ્વીકાર, કેશને લાચ ઇત્યાદિ.
ગ
樂
*
वैयावृत्त्यं च स्वाध्यायं ध्यानं च विनयं तथा । વ્હાયોભન વિનાનીયા, પ્રાયશ્ચિત્ત તથા તત્ત્વઃ ॥ પુ૮ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org