Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચછક ] સાનુવાદ
ર૭૧ આથી સમજાય છે કે પાંચ ‘ભરત, પાંચ રાવત” અને પાંચ મહાવિદેહ એ પંદર કર્મભૂમિઓ છે, જ્યારે બાકીનાં વીસ ક્ષેત્રો તેમજ પ્રત્યેક મહાવિદેહમાંના દેવકુરુ અને ઉત્તરકુરુ એ મળીને દશ અથાત્ આ ત્રીસ ભૂમિઓ “અકર્મભૂમિ” યાન “ગભૂમિ કહેવાય છે. પ૬ અંતરદ્વીપેન પણ “અકર્મભૂમિ તરીકે નિર્દેશ કરાય છે. અર્થાત એ બધા ક્ષેત્રની અપેક્ષાએ અનાર્ય દેશો છે. ૫૬ અંતરદ્વીપે--
હિમવાનું પર્વતના આગળના અને પાછળના ભાગમાં તેમજ ચાર ખુણાઓમાં ત્રણસે જન જેટલા લવણ-સમુદ્રને અવગાહીને ચાર અંતરીપે છે. જેમકે એકેક, આભાસિક, વૈષાણિક અને નાગલિક. આ પ્રત્યેકને આયામ ત્રણ
જનને છે. એવી રીતે ચારસે જન જેટલા લવણ-સમુદ્રને અવગ હીને ચારસે જનના આયામવાળા ચાર & એમ છેક નવસે જન જેટલા લવણ-સમુદ્રને અવગાહીને નવસે યેજનના આયામવાળા ચાર દ્વિીપ છે. આનાં નામે અનુક્રમે હયકર્ણ, ગજકર્ણ, મેકર્ણ અને શકુંલીક આદર્શમુખ, મેંમુખ, અમુખ અને ગોમુખ, અશ્વમુખ, હસ્તિમુખ, સિહમુખ અને વ્યાઘમુખ; અશ્વકર્ણ, હરિકણ, કર્ણ અને અકર્ણ પ્રાવરણ; ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુમ્મુખ અને વિઘુક્ત; ઘનદંત, લષ્ટદંત, ગૂઢત અને શુદ્ધદંત. આ પ્રમાણે રાવત” ક્ષેત્રને વિભાગ કરનારા શિખરી પર્વત આશ્રીને પણ આ જ નામનાં ૨૮ અંતરદ્ધપે છે. એ પ્રમાણે કુલે પ૬ અંતરીપ છે. જુઓ પ્રવચનસારોદ્ધાર (દ્વા. ૨૬૨ ).
अकर्मभूमिजाश्चान्ये, अन्तरद्वीपवर्तिनः।
बुद्धिबलविहीना ये, बोधिस्तेषां तु दुर्लभः ॥ ३०२ ॥ અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં સમ્યત્વની દુલ લતા
લે.--“વળી અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા તેમજ અન્તરદ્વીપમાં રહેતા એવા અન્ય માને કે જેઓ બુદ્ધિબળથી રહિત છે તેમને સમ્યક્ત્વ દુર્લભ છે.”—૩૦૨
૧ હૈમવત, હરિ, રમ્યક અને હૈરણ્યવત એ નામનાં પાંચ પાંચ ક્ષેત્રો મળતાં વીસ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org