Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
૨૮૫
'पिण्डस्थं तद् भवेद् ध्यानं, कायस्थः परमेश्वरः।
निष्कर्मश्चिन्त्यते चित्ते, ज्ञानवान् पारदो जिनः ॥३३६॥ પિડ ધ્યાનનું લક્ષણ
ક્ષે –“શરીરધારી, (ઘાતિ-કમરહિત, જ્ઞાની, (સંસારને) પાર પમાડનાર અને વીતરાગ એવાને પરમેશ્વરરૂપે ચિત્તમાં ચિંતવવા તે “પિચ્છથે ” થાન છે. ''–૩૩૬ પિંડસ્થ ધ્યેયના પાંચ પ્રકારે--
સ્પષ્ટી --જ્ઞાની પુરુષોએ ધ્યાનના આલંબનરૂપે પિંડસ્થાદિ પાંચ પ્રકારના ધ્યેય બતાવ્યાં છે. તેમાં પિંડસ્થને વ્યુત્પત્તિ-અર્થ એ છે કે
“froડું-શરીરં તત્ર તિરીતિ પિશ્ચા ”
અર્થાત “પિંડ એટલે “શરીર, તેમાં રહેનાર તે “પિંડસ્થ” કહેવાય છે. આ પિંડસ્થ ધ્યેયની (૧) પાર્થિવી, (૨) આગ્નેયી, (૩) વાયવી, (૪) વારુણી અને (૫) તત્ત્વભૂ એમ પાંચ ધારણાઓ છે. તેમાં “પાર્થિવી ધારણાનું સ્વરૂપ એ છે કે એક રજજુ લાંબો અને તેટલે પહેળો ક્ષીર સમુદ્ર ચિંતવે. તેમાં જંબૂદ્વિીપની માફક એક લાખ જનના વિસ્તારવાળું અને હજાર પાંખડીવાળું સુવર્ણન જેવું કમળ ચિંતવવું. તે કમળના કેશની શ્રેણિની અંદર દેદીપ્યમાન, પીળી પ્રભાવાળી અને એના જેવડી કણિકા ચિંતવવી. તે કર્ણિકા ઉપર એક વેત સિંહાસન અને તેના ઉપર કર્મને ઉચછેદ કરવા માટે તૈયાર એવા આત્માને બેઠેલે ચિંતવે. આ પ્રકારનું ચિંતન તે “પાર્થિવી ધારણા છે. આગ્નેયી ધારણું
પછી નાભિની અંદર સોળ પાંખડીવાળું કમળ ચિંતવવું. તે કમળની કણિકામાં મર્દ એ મહામન્ત્ર અને તેની સોળ પાંખડીઓમાં અનુક્રમે , મા, ૬, ૬, ૩, ૪, 25, 2, ૨, સુ, , , , ગૌ, મું, સ: એ સાળ સ્વરે સ્થાપવા. પછી હૃદયમાં આઠ પાંખડીનું કમળ ચિંતવવું અને તેમાં અનુક્રમે જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનું સ્થાપન કરવું અને પૂર્વોક્ત કમળ ઉપર ઝૂલતું હોય તેમ આ કમળનું મુખનીચું રાખવું. પછી રેફ, બિન્દુ અને કળાથી યુક્ત મહામંત્રમાંના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org