Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૯
વરાગ્યરસમંજરી
[ ચતુથ કરતા ભમરાઓના ઝંકારથી વાચાલ બનેલા અશોક વૃક્ષ વડે શોભતા, સમવસરણની વચ્ચોવચ સિંહાસન ઉપર આરૂઢ થયેલા, બે બાજુ ચામરો વડે વીંઝાતા, સુર અને અસુરોનાં મુકુટોનાં રત્નથી જેનાં ચરણના નખોની કાંતિ પ્રદીપ્ત થઈ છે એવા, જેની પર્ષદાની ભૂમિકા દિવ્ય પુષના ઢગલાથી વ્યાપ્ત છે એવા, જેના મનહર ધ્વનિનું મૃગલાઓના સમુદાયે ઊંચી ડોક કરીને પાન કરી રહ્યા છે એવા, જાતિ-વૈરને ભૂલી જઈને જેની દેશના સાંભળવા માટે સિંહ, વાઘ વગેરે પશુઓ ઉપસ્થિત થયા છે એવા, સમવસરણમાં રહેલા, ચેત્રીસે અતિશયથી યુક્ત અને કેવલજ્ઞાન વડે પ્રકાશતા એવા પરમેષ્ઠી અરિહંત પ્રભુના રૂપનું આલંબન કરીને જે ધ્યાન કરાય છે તે રૂપસ્થ” ધ્યાન છે.
આનું સ્વરૂપ પ્રકારતરથી દર્શાવતાં સૂરિપુરંદર કહે છે કે રાગ, દ્વેષ અને અત્યંત મેહના વિકારેથી અકલંકિત, શાંત, કાંત, મનેહર, સમગ્ર લક્ષPથી લક્ષિત, અજેનેને અપરિચિત એવી ગમુદ્રાથી મને રંજક, નેત્રને અતિશય આનંદ અને અદ્ભુતતા અર્ધનાર, જિનેશ્વરની પ્રતિમાના રૂપનું નિર્મળ ચિત્તે નિર્નિમેષ દષ્ટિએ ધ્યાન ધરવું તે “રૂપસ્થિ” ધ્યાન છે. પ્રાતિહાર્યોનું દિગ્દર્શન--
પ્રાતિહાર્ય પરત્વે ડોક વિચાર સ્તુતિ-ચતુર્વિશતિકાના સ્પષ્ટીકરણ (પૃ. રલ્પ-ર૬)માં મેં કર્યો છે તેમજ તે સમ્બન્ધી કેટલુંક વિવરણ શ્રીભ ક્તામર ની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહના દ્વિતીય વિભાગગત શ્રીપાભક્તામરના સ્પષ્ટીકરણ (પૃ. ૧૫૯-૧૬૪)માં મેં ઉમેર્યું છે. આથી અત્ર શ્રી જ્ઞાનસાગરસૂરિકૃત નમનસુરાપુરમૌસ્ટિમૌઢિ થી શરૂ થતા તેમજ ૧૬ પદ્યાત્મક એવા શ્રી પાર્શ્વજિન-ત્રમાંથી એક વૃક્ષ વગેરે આઠ પ્રતિહાર્યો પર પ્રકાશ પાડતાં અને વસંતતિલકા છંદમાં રચાયેલાં એવાં આઠ પદ્ય નીચે મુજબ ભાષાંતર સહિત રજુ કરી સંતોષ માનવામાં આવે છે –
" स्वामिन्नशोकतरुरेष जनानशेषान्
धर्म दिशन्निव रवैरलिनां करोति । प्राज्यप्रभावभवनस्य भवादशस्य
सङ्गान्न के विमतयोऽपि भवन्तिः तज्ज्ञाः ? ॥ ७ ॥ અર્થાત્ હે નાથ ! સમસ્ત જનેને ધર્મ દેખાડતો હેય તેમ આ અશેક વૃક્ષ ભ્રમરના નાદોથી સૂચવે છે. મહાપ્રભાવના મંદિરરૂપ આપ જેવાની સંગતિથી જ્યા વિમતિઓ પણ તમ્સ (તેના જાણકાર) થતા નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org