Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
[ચતુર્થ
વિરાગ્યરસમંજરી સિવાયના ભાગવાળા પાંચ મહાવિદેહ. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે “ બૂદ્વીપમાં છ વર્ષધર પર્વત હેવાથી ભરત, હૈમવત, હરિ, મહાવિદેહ, રમ્યા, હૈરણ્યવત અને ઐરાવત એમ એના સાત ક્ષેત્રો પડે છે. આ ક્ષેત્રને વંશ, વર્ષ અને વાસ્યના નામથી પણ ઓળખાવવામાં આવે છે અને વ્યવહાર-સિદ્ધ દિશાના નિયમ અનુસાર એટલે કે સૂર્યને જે દિશામાં ઉદય થાય તે પૂર્વ ઈત્યાદિ નિયમ મુજબ એ સાતે ક્ષેત્રે મેરુ પર્વતની દક્ષિણે આવેલા છે. અર્થાત “ભરતીની ઉત્તરે હૈમવત', હિમવતની ઉત્તરે હરિ એમ ઉત્તરોત્તર ક્ષેત્ર પૂર્વ પૂર્વની ઉત્તરે છે, અને મેરુ પર્વત સાતે ક્ષેત્રોની ઉત્તરે આવેલો છે. “ભરતક્ષેત્રમાં જે દિશામાં સૂર્ય અસ્ત થાય છે તે દિશામાં અરાવત’ ક્ષેત્રમાં સૂર્ય ઉગે છે તેથી ત્યાં પણ સૂર્યોદય તરફ મુખ રાખતાં “મેરું ઉત્તર દિશામાં જ જણાય છે.
ધાતકી” ખંડના પૂર્વાર્ધમાં તેમજ પશ્ચિમાઈ માં પણ છ છ વર્ષધર પર્વતે હોવાથી પ્રત્યેક અર્થમાં સાત સાત ક્ષેત્રો છે. જે છ છ વર્ષધરને પિડાની નાભિમાં લાગેલા આરાની ઉપમા અપાય તે આ વર્ષધરેને લીધે એક બીજાથી જુદા પડેલાં સાત ભરતાદિ ક્ષેત્રને આરાની વચમાં રહેલા અંતરની ઉપમા આપી શકાય.
અત્રે એ ધ્યાનમાં રાખવું કે “જબૂદ્વીપમાં આવેલા મેરુ, વર્ષધર અને વર્ષનાં જે નામો છે, તે જ નામો ધાતકી” બંડના મેરુ વગેરેનાં છે. ધાતકી ખંડમાં બે “મેરુ, બાર વર્ષધર અને ચોદ ક્ષેત્રો છે. આથી આ ખંડમાં બે “ભરત', બે હૈમવત’ એમ એક જ નામનાં બન્ને ક્ષેત્રો છે. આ હકીકત “પુકરાઈને પણ લાગૂ પડે છે. આથી એકંદર ક્ષેત્રોની સંખ્યા ૩૫ની થાય છે. તેમાં પાંચ “ભરત અને પાંચ રાવત પિકી પ્રત્યેકમાં ૧૨૫ આર્ય–દેશ છે, અર્થાત્ કુલે ૨૫૫ આર્ય-દેશ છે. વળી પ્રત્યેક “મહાવિદેહમાં બત્રીસ વિજય છે એટલે ૧૬૦ વિજોને પણ આર્યદેશ તરીકે ઉલ્લેખ છે. આ દેશમાં જન્મેલા મનુષ્ય ક્ષેત્ર-આર્ય' કહેવાય છે.
૧ આનાં તેમજ તેની રાજધાનીઓનાં નામે પ્રવચનસા દ્વારના ર૭૫મા દ્વારમાં સૂચવ્યા પ્રમાણે નીચે મુજબ છે –
(૧) મગધ, રાજગૃહ' (૨) અંગ, ચપા (૩) વંગ, તામલિમી; (૪) કલિંગ, કાંચનપુર, (૫) કાશી, વાણારસી, (૬) કેરાલા, સાકેત: (૭) કર, ગજપુર: () કુશાર્ત, સૌરિક (૯) પાંચાલ, કાંપિલ્ય: (૧) જંગલ, અહિચ્છત્રા(૧૧) રાષ્ટ્ર, કારવતી: (૧૨) વિદેહ, મિથિલા, (૧૩) વત્સા, કૌશંબી, (૧૪) શાંડિ ય, નંપુર: (૫) મલયા, દિલપુર (૧૬) વૈરાટ, વત્સા, ૧૭) અચ્છા, વરુણાઃ (12) દર્શાણ, મૃત્તિકાવતી: (૧૯ ચેદી, શુકિમતી (૨૦) સિંધુ પૌવીર, વીતભય (વડોદરા); (૨૧) સૂરસેન મયુરા (૨૨) ભગી, પાપા; (ર૩) વ4 માસપુરી; (૨૪) કુણાલા, શ્રાવસ્તી (૨૫) લાઢા, કોટવર્ષ; (૨પા) કેક્યને અષ્પો ભાગ, તંબિકા.
આ હારની ટીકામાં કેટલાંક મતાંતરે પણ નિર્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org