Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૨૪ વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ ઉપેક્ષા કરવા લાયક છે; કારણ કે વૈર્યના જેવા ચળકાટવાળે કાચ મણિના પરીક્ષકને હાથે મૂલ્યવાન કરતું નથી. સાધુના આચારથી પતિત એવે તે પાર્થસ્થાદિ કુશીલના લિંગને ધારણ કરતે તેમજ આજીવિકાને માટે રજોહરણ (એ) વગેરે ઋષિવજને વધારો, આ વેષ જ પ્રધાન છે એમ કહીને અસંયમી હોવા છતાં સંયમી હોવાનો દાવો કરનાર લાંબા વખત સુધી આ સંસારમાં વિવિધ પીડાએ પામે છે. આનું કારણ દેખીતું છે, કેમકે જેમ કાલફૂટ ઝેર ખાતાં તે પ્રાણને હરે છે અને વિપરીત પણે ગ્રહણ કરેલું શસ્ત્ર પિતાને જ ઘાણ કાઢે છે તેમ વિષયેથી વ્યાપ્ત એ ધર્મ આત્માને હણે છે, કેમકે શું મંત્રાદિ વડે વશ કરવા ધારેલો વૈતાલ વશ ન થાય તે પછી તે મંત્રસાધકને જીવતે મૂકે કે?
કહેવાનો મતલબ એ છે કે સ્વછંદી બનેલો, મહાતેની વિરાધના કરનારે, રસનેન્દ્રિયને આધીન બનેલે અને નિરર્થક પશ્ચાત્તાપ કરનારે સાધુ આ લેક અને પરલોકમાં કોની પરંપરા વહેરી લે છે અને સ્વપરનું રક્ષણ કરવામાં અસમર્થ નીવડે છે એટલે તે સાધુ પણ અનાથ જ છે.
આ પ્રમાણે સાધુઓને હિતકારક મહાકૃત અનાથ મુનિએ રાજાને કહી સંભળાવ્યું. તેથી ખુશી થયેલે રાજા હાથ જોડીને બે કે હે કર્મરૂપ શત્રુ પ્રત્યે ભયંકર ! હે ઇન્દ્રિયે અને મનનું દમન કરવામાં એક્કા સમાન! હે મહાપ્રતિજ્ઞા પાલક! હે મહાયશસ્વી મુનિરત્ન ! આપે મને અનાથતાને સાચો સાક્ષાત્કાર કરાવ્યો છે. મેં અજાણપણે જે આપના નાથે થવાની વાત કહી હતી તેમજ મેં જે આપને મૃષાવાદી માન્યા હતા તે બદલ હું ક્ષમા ચાહું છું. આપે દીક્ષા કેમ લીધી એ પ્રશ્ન પૂછીને મેં જે આપના ધ્યાનમાં વિન કર્યું તે બદલ માફી માગું છું તેમજ ભેગ ભેગવવા માટે મેં જે આપને નિમંત્રણ આપ્યું હતું તે મારા અપરાધને જતો કરવા હું આપને વારંવાર વિનવું છું. એ પ્રમાણે કહી વંદનાદિ કરીને શ્રેણિક રાજા સ્વસ્થાનકે ગયા.
उत्सङ्गे कोडमानं च, सुप्तं मातुः समीपगम्।
आर्यमनार्यमिष्टं चा-निष्टं हरेत् कृतान्तकः॥ १८९॥ કૃતાન્તની ક્રૂરતા–
---“માતાના ખોળામાં રમતા કે તેની પાસે સૂતેલા, આર્ય, અનાર્ય, વહાલા કે અળખામણા એ સર્વનું યમ હરણ કરે છે.”–૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org