Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૫૨ વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ ગામની મેરીની જેમ અગ્યાર દ્વારથી નિરતર મળ વહે છે. વારતે (હે ભવ્ય !) તું એને વિષે) મેહ મૂકીને વ્રત (ગ્રહણ) કર.”—ર૬૩-૬૪ મનુષ્યના દેહનું સ્વરૂપ--
સ્પષ્ટી–-નર અને નારી બંનેના દેહમાં માંસ, શિરા, સ્નાયુ, હાડકાં વગેરે છે. એ સંબંધમાં વિશિષ્ટ માહિતી તલવેચારિકની ૮૩મી ગાથાથી મળી આવે છે. પ્રવચનસારકારની ૧૩૬૭ મી ગાથાથી માંડીને તે ૧૩૮૩ મી ગાથામાં પણ આ હકીકત મળી આવે છે. જેમ વાંસને પ હેય છે તેમ મનુષ્યના શરીરમાં પૃષ્ઠ–વંશ (કરોડ)ની ગ્રંથિરૂપ ૧૮ સંધિઓ છે. આ પૈકી બાર સંધિઓમાંથી બાર પાંસળીઓ નીકળે છે. તે બંને બાજુને ઢાંકીને તેમજ છાતીના ઉપરના હાડકાની સાથે જોડાઈને પશ્વકના આકારે રહેલી છે. બાકીની છ સંધિઓમાંથી છ પાંસળીઓ નીકળે છે અને તે બે બાજુને ઢાંકીને હૃદયની બંને બાજુએ, છાતીને નીચે અને શિથિલ કુક્ષિની ઉપર પરસ્પર મળેલી રહે છે. આ કટાહ કહેવાય છે. મુખમાં રહેલી અને માંસના અંડરૂપ જીભ આભાંગુલથી સાત આંગળની છે. એનું વજન ચાર ૧ પલનું છે, જ્યારે આંખના બે માંસના ગેળાનું વજન બે પલનું છે. હાડકાના ખંડરૂપ ચાર કપાળોનું મસ્તક બનેલું છે. હૃદયમાં રહેલું માંસ વજનમાં સાડા ત્રણ પલ છે, જ્યારે કાળજાનું માંસ વજનમાં પચીસ પલનું છે. - પુરુષના શરીરમાં નાભિમાંથી ઉત્પન્ન થયેલી એવી સાતસે શિરાઓ છે. તેમાં ૧૬૦ શિરાએ નાભિથી મસ્તકમાં જાય છે. આ શિશએ રસ લઈ જાય છે, વાસ્તે એ “ર હારિણી' કહેવાય છે. એના અનુગ્રહથી કાન, આંખ, નાક, અને જીભને અનુગ્રહ થાય છે અને એને વિઘાત થતાં કાન વગેરેને વિઘાત થાય છે. પગના તળીઆ સુધી ગયેલી એવી ૧૬૦ શિરાઓ છે. એના અનુત્રહથી જંઘામાં સામર્થ્ય આવે છે, જ્યારે એના ઉપઘાતથી મસ્તકમાં વેદના, અંધતા વગેરે ઉદ્દભવે છે. વળી ગુદપ્રવિષ્ટ એવી પણ ૧૬૦ શિરાઓ છે. એને લઈને વાયુ, મૂત્ર અને પુરીષ (વિષ્ઠા) પ્રવર્તે છે.એને વિઘાત થતાં અર્શ, પાંડુરંગ, અને વેગને નિરોધ થાય છે. બીજી તિર્ય દિશામાં હથેલી સુધી ગયેલી શિરાની સંખ્યા ૧૦૦ની છે. તેના અનુગ્રહથી બાહુમાં બળ અને ઉપઘાતથી પેટમાં પીડા વગેરે ઉદ્ભવે છે. શ્લેષ્મને ધારણ કરનારી ૨૫ શિરાઓ છે. પિત્તને ધારણ કરનારી પણ એટલી જ છે. શુક નામની સાતમી ધાતુને ધારણ કરનારી શિરાઓ દશ છે. નારીઓના દેહમાં ૬૭૦ શિરાઓ છે અને નપુંસકના શરીરમાં ૬૮૦
૧ એક જાતનું માપ, ૪ કર્થ યાને ૬૪ મા. ૨ રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજા અને શુક્ર એ સાત ધાતુઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org