Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ] સાનુવાદ
૨૬૭ અર્થાત વિવિધ યિા કરતે, સ્વજનને, ધનને અને ગમે ત્યાગ કરતે તેમજ દુઃખને પોતાનું હૃદય આપો એવો પણ આંધળે મનુષ્ય જેમ પર સિન્યને જીતી શકતા નથી તેમ જૈન દર્શનમાં કહેલ પાંચ યમદિરૂપ નિવૃત્તિમાર્ગને અનુસરતા, સ્વજન, ધન અને ભેગને પણ ત્યજી બેઠે લો અને પંચાગ્નિ કષ્ટ વગેરે દુઃખને હૃદયમાં સ્થાન આપતે એ મિથ્યાદિષ્ટિ મુક્તિ પામતો નથી.
આ તે અજૈન ક્રિયા-કાંડ કરનારાની વાત થઈ, પરન્તુ મિથ્યાદષ્ટિ હાઈ ખુદ જેણે જૈન ભાગવતી દીક્ષા લીધી હોય તે પણ-ઉત્કૃષ્ટ દ્રવ્ય-સંયમને પાલક પણ સમ્યક્ત્વી કરતાં નીચા દરજજાને છે. કહ્યું પણ છે કે" सो दव्वसंजमेणं पगरिसरूवे जिणुवट्टिणं । તમારો વિ જ ખંઢું પરિક્ષામાં ઉત્ત.”–આર્યા વિશેષમાં શ્રીહરિભદ્રસૂરિરાજ તે ત્યાં સુધી કહે છે કે –
૧ એક વેળા કઈ નગરમાં ઉદયસેન નામનો રાજા રાજ્ય કરતા હતા. તેને વીરસેન અને સૂરસેન નામના બે પુત્રો હતા. તેમાં વીરસેન આંધળે હતો. તેથી તેને યોગ્ય એવી ગાંધવોદિ કાળાઓ તે શીખે, જ્યારે સૂરસેન ધનુર્વિદ્યા શીખે અને લેકમાં એથી તેની વિશેષ તારીફ થવા લાગી. આ સાંભળીને વીરસેને પોતાના પિતાને વનતિ કરી કે મને પણ ધનુર્વિદ્યા શીખો. રાજાએ તેને વિશેષ આગ્રહ જોઈ ધનુવંઘ ને ઉપાધ્યાયને તેને તે શીખવા સૂચવ્યું. ઉત્તમ ઉપાધ્યાયના પેગ ઉપદેશથી, પ્રજ્ઞાની અતશયતાને લઈને તેમજ અભ્યાસ કરવાની તેની ખંતથી તે શબ્દવેધી બને. એકદા પરરાજ્ય સાથે યુદનો પ્રસંગ આવતાં પિતાની અનુજ્ઞા લઈ તે અંધ હોવા છતાં વઢવા ગયો દુશ્મનના સૈન્યને તેણે જોતજોતામાં પરાસ્ત કરી નાંખ્યું. એવામાં દુમને ને ખબર પડી ગઈ કે આ તે અંધ છે અને શબ્દ સાંભળીને બાણ મારી તે આપણને હેરાન કરે છે. આથી દુશ્મનોએ મૌન સેવ્યું અને તેને બાંધી લીધે. પિતાના ભાઇના પરાભવથી વાકેફગાર થતાં સૂરસેન રણક્ષેત્રમાં ગયો અને દુશમનના સૈન્યને હરાવીને પિતાના ભાઈને છોડાવી લાવ્યો.
આ પ્રમાણે વીરસેન ધનુર્વિદ્યામાં નિપુણત હોવા છતાં નેત્ર રહિત હેવાથી ઇષ્ટ સિદ્ધિ સાધી શક્ય નહિ તેવી જ રીતે ભાવ-અંધ જને–મિથ્યા છે અનેક પ્રકારના દ્રવ્ય-સંયમ પાળવા છતા વાસ્તવિક સિદ્ધિ-મુકિત મેલવી શકતા નથી.
૨ છાયા
स द्रव्यसंयमेन प्रकारूपे जिनोपदिष्टेन । तद्भावाऽपि न सम्यक्त्वमेवमिदं प्रकपगुण इति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org