Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨પ૬ વૈરાગ્યરસમજરી
[ચતુર્થ માં ભમ્યા કરે છે. આ કર્મના ઘાતિ અને અઘાતિ એવા બે મુખ્ય ભેદ છે. તેમાં ઘાતિ-કર્મ આત્માના મૂળ ગુણને નાશ કરનાર હોવાથી તે અશુભ છે. અઘાતિ-કર્મ ઉભયસ્વરૂપ છે. તેમાં સંકિલષ્ટ અધ્યવસાયવાળો જીવ જે અઘાતિ-કર્મ બાંધે છે તે અશુભ છે, જ્યારે વિશુદ્ધ અધ્યવસાયવાળે જીવ જે અઘાતિ-કર્મ બાંધે છે તે શુભ છે. કર્મના ભેદ-વિકલ્પમાં તેનાં બબ્ધ, સત્તા, ઉદય, ઉદીરણ વગેરે અનેક કારણે છે. તે પૈકી અવ બન્ધ આશ્રીને જ વિચાર કરવાનું છે. શુભ કર્મને બન્ધ પુણ્યને બન્ધ કહેવાય છે, જયારે અશુભ કર્મને અન્ય પાપને બંધ કહેવાય છે. પ્રકૃતિબંધ આશ્રીને ઘાનિ-કર્મને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર પ્રકાર છે, જ્યારે અઘાતિ-કર્મના વેદનીય, નામ, ગેત્ર અને આયુષ્ય એ ચાર પ્રકારે છે. તેમાં વળી વેદનીયના સાતવેદનીય અને અસતાવેદનીય એ બે ભેદ છે. જ્ઞાનાવરણના પાંચ, દર્શનાવરણના નવ, મેહનીયના છવ્વીસ અને અંતરાયના પાંચ ભેદે છે એટલે એકંદરે ૪૫ ઘાતિકર્મો છે. નામકર્મના નીચે મુજબ ૧૦૩ પ્રકારે છે –
(૧) ગતિ-નામ-કર્મના ચાર ભેદ, (૨) જાતિ-નામ-કર્મને પાંચ ભેદ, (૩) શરીર-નામ-કર્મના પાંચ ભેદ, (૪) ઉપાંગ-નામકર્મના ત્રણ ભેદ, (૫) બમ્પન-નામ-કર્મના પંદર ભેદ, (૬) સંઘાતન–નામ-કર્મના પાંચ ભેદ, (૭) સંહનન-નામ-કર્મના છ ભેદ, (૮) સંસ્થાન-નામ-કમના છ ભેદ, (૯) વર્ણ-નામ-કર્મના પાંચ ભેદ, (૧૦) ગંધ-નામ-કર્મના બે ભેદ, (૧૧) રસ-નામકર્મના પાંચ ભેદ, (૧૨) સ્પર્શ-નામ-કર્મના આઠ ભેદ, (૧૩) આનુપૂર્વી—નામકર્મના ચાર ભેદ અને (૧૪) વિહાગતિ-નામ-કર્મના બે ભેદ, આ પ્રમાણેની ચાદ પિંડ પ્રકૃતિઓના ઉત્તર ભેદની સંખ્યા ૪+૫+૫+૩+૧૫૫+૬+પર+પ +૮+૪+ર૭૫ ની થાય છે. તેમાં પરાઘાતાદિ આઠ, ત્રિસ-દશક અને સ્થાવર
૧–૨ આ બેના ભેદ-પ્રભેદે વિષે વિશેષ માહિતી માટે જુઓ આહતદર્શન દીપિકાને ચતુર્થ ઉલ્લાસ.
૩ મેહનીય કર્મના સામાન્ય રીતે ૨૮ ભેદે ગણાય છે, પરંતુ અહીં તેના દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એ બે મુખ્ય બે પૈકી પ્રથમના ત્રણ અવાંતર ભેદે ધ્યાનમાં લીધા નથી, જ્યારે બીજાના તે ૨૫ ભેદ ગણ્યા છે.
૪ આ ચૌદને પિંડ-પ્રકૃતિ કહેવાનું કારણ એ છે કે એ દરેકના અવાંતર ભેદે છે.
૫ આથી પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ અને ઉપઘાત સમજવાં.
૬ ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદય અને યશ એને “ત્ર-દશક કહેવામાં આવે છે. ૭ સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય અને અયશ એને “સ્થાવર-દશક' કહેવામાં આવે છે. આ પ્રકૃતિએ ત્રસ–દશકની વિધિની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org