Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૨૨ વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ રાજન ! તું અનાથને અર્થ સમજતો નથી, મારા કથનને આશય તારા ધ્યાનમાં આવતું નથી, તેથી તું મને મૃષાવાદી ગણે છે. આથી તું મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ એટલે કે મનુષ્ય અનાથ ગણાય છે અને મેં જે અનાથપણું કહ્યું છે તે કેવી રીતે બંધબેસતું આવે છે તે સમજાશે.
જૂનાં નગરોને ભેદનારી અર્થાત્ પિતાના ગુણો વડે અસાધારણ એવી શાંબી’ નગરી છે. ત્યાં પુષ્કળ ધન એકઠું કરનારા મારા ધનસંચય નામના પિતા વસતા હતા. હે મગધેશ ! પ્રથમ વયમાંવનાવસ્થામાં મને અસાધારણ નેત્રવેદના ઉત્પન થઈ અને એથી સર્વ અવયવોમાં અત્યંત દાહ પેદા થયો. જેમ કેઈ કેપે કળકળેલે શત્રુ શરીરનાં કાન, નાક વગેરે છિદ્રોમાં તીક્ષણ શસ્ત્ર વેંચી ઘાલે અને તેથી જેવી વેદના થાય તેવી મને નેત્ર-પીડા થતી હતી. વિશેષ શું કહેવું? ઈન્દ્રના વજની પેઠે ભયંકર અને સામાને પણ જોતાં કંપારી છૂટે એવી ઘેર વેદના હું ભગવતે હતો. ખાન, પાન અને રમણ પણ મને સૂઝતાં ન હતાં. આ વ્યાધિને દૂર કરવા માટે હોશિયારે ઘે, વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનારા ચાલાક જને, અસાધારણ શસ્ત્ર-કુશળ અથવા શાસ્ત્રકુશળ હકી, તેમજ જડીબુટ્ટીઓના જાણકાર પુરુષો મારી સેવામાં હાજર હતા એટલું જ નહિ, પરંતુ વૈદ્ય, ઓષધ, રેગી અને સારવાર કરનારના મર્મને જાણનારા અથવા વમન, વિરેચન, મર્દન અને સ્વેદન અથવા અજન, બંધન, લેપન અને મર્દન એમ ચારે પ્રકારે શાક્ત રીતિ પ્રમાણે વિવિધ જને મારી ચિકિત્સા કરતા હતા, પરંતુ આગુમાત્ર પણ તેઓ મારું દુઃખ દૂર ન કરી શક્યા. આ પ્રમાણે દુઃખ દૂર કરવારૂપ મારી અનાથતા હતી. મારી ખાતર સર્વ ઉત્તમ વસ્તુઓને પણ ત્યાગ કરી બેઠેલા એવા મારા પિતા, મારે દુઃખે અડધી થઈ ગયેલી મારી માતા, મારાં સગાં મેટાં અને નાનાં ભાઈઓ અને બને તેમજ મારી પાછળ પ્રાણ પાથરતી, પતિવ્રતા, ચોધાર આંસુએ રડતી, મારી રજા હોવા છતાં નહિ ખાતી કે નહિ પીતી તેમજ સ્નાન વગેરેને પણ તિલાંજલિ આપીને ચોવીસે કલાક મારી પાસે ને પાસે સેવા કરવા ચારે પગે પડી રહેલી મારી અર્ધાગના પણ મને દુઃખમાંથી છોડાવી શક્યાં નહિ. આથી બીજી કઈ અનાથતા હોય? હું બે કે જે વેદના મને દુઃસહ જણાય છે તે મેં આ અનંત સંસારમાં અનેક વાર ભેગવી છે. હવે તે જે એક વાર આ વેદનાથી મુક્ત થાઉં તે સંસારને ઉચ્છેદ કરનારી દીક્ષા ગ્રહણ કરું કે જેથી મારે ફરીથી આવી પીડા ન ભેગવવી પડે. આ પ્રમાણે કહીને વિચારમાં ને વિચારમાં હું સુઈ ગયો. રાત્રિ પૂરી થતાં તે મારી વેદના મટી ગઈ એટલે સવારના મારા વડીલેની રજા લઈ, ક્ષમા ધારણ કરી, ઈન્દ્રિય અને મનને કાબૂમાં રાખી મેં પારમેશ્વરી દીક્ષા અંગીકાર કરી અને તેમ કરીને હું અનાથ મટીને આજે પિતાને અને પારકાને, ત્રસેને અને સ્થાવરેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org