Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુછક ]
સાનુવાદ
તરીકે સુદર્શન શ્રેષ્ઠીને સમ્યકત્વસપ્તતિની ટીકાના ૪૮ માં પત્રથી નિર્દેશ થયેલ છે. આ કથાનકમાં અર્જુનમાલી મુખ્ય ભાગ ભજવે છે. એને વૃત્તાન્ત અતકૃશાંગના ૧૮ મા પત્રથી શરૂ થાય છે. ત્યાં એ અધ્યયનને “ગરપાણિ” તરીકે ઓળખાવેલ છે. એ કથાને સાર નીચે મુજબ રજુ કરવામાં આવે છે –
યુવતિના વદનની જેમ સદક્ષ, મહાદેવના અંગની જેમ ગરીથી સંગત, પુરુષોત્તમના વક્ષસ્થળની પેઠે લક્ષ્મીથી યુક્ત અને દેવનગરની જેમ વિવિધ વિબુધેથી વિભૂષિત એવું “મગધ દેશના મંડનરૂપ “રાજગૃહી નગર હતું. ત્યાં કદની જેમ બહુ દ્રવ્ય, ગુણ અને ક્રિયાવાળે, સાંખ્યની પેઠે પ્રધાન પુરુષ વડે પ્રમાણિત, શૈદ્ધની પેઠે આયતનને જાણનાર અને શ્રીવીરની આરાધના વડે પુણ્યની શ્રેણીને પામેલ એ શ્રેણિક નામને રાજા રાજ્ય કરતો હતો. ખુદ ‘સુધર્મા સભામાં તેને અધિપતિ આ શ્રેણિકના સમ્યક્ત્વની પ્રશંસા કરતે હતે. એ નગરમાં અર્જુન નામનો માલાકાર (માળી) રહેતું હતું. તેને સુરસુન્દરીના સન્દર્યને શરમાવનારી બધુમતી નામની પ્રિયા હતી. દરરોજ પિતાની પ્રિયાને સાથે રાખીને અર્જુન નગરના ઉદ્યાનમાં રહેલા પિતાના કુળદેવતા મુદ્દગરપાણિ યક્ષની ઉત્તમ સુગંધી પુષ્પ વડે પૂજા કરતા હતા.
એકદા દાન દેવામાં શૂરવીર એવા આ નગરના જનોએ મહોત્સવને પ્રારંભ કર્યો. તે વખતે કાલે સવારે કુસુમનું મેં માંગ્યું મૂલ્ય મળશે એવા વિચારથી અર્જુન સાંજના સુંદર કુસુમાને કરંડિયે ભરી પિતાની પ્રિયા સાથે યક્ષના મન્દિરમાં આવી પહોંચ્યા. ત્યાં જ ગઠિયાઓ ઊભા હતા. તેમની નજર
આ દંપતી ઉપર પડી. બધુમતીને જોઈને તેઓ મેહિત બની ગયા. તે દુષ્ટએ પરસ્પર એવી મસલત કરી કે આ માળીને બાંધીને એના દેખતાં જ આપણે એની પ્રિયા સાથે કીડા કરીએ. આ પ્રમાણેને મનસુબો કરી તેઓ બારણાની પાછળ સંતાઈને ઊભા રહ્યા. આ તરફ અજુન યક્ષના મન્દિરમાં દાખલ થયે અને એક ચિત્તે તેની પૂજા કરવા લાગ્યો. એવામાં એકાએક તે ગેઠિયાઓ તેના ઉપર તૂટી પડ્યા અને તેને બાંધી લીધું. ત્યારબાદ તેઓ તેની સમક્ષ કુકર્મ કરવા મંડી પડ્યા. આ જોઈને અર્જુનના કોધને પાર રહ્યા નહિ. કહ્યું પણ છે કે
" पिघातादिदुःखानि, सहन्ते वलिनोऽपि हि । શિયાળ તુવે, ફ્રોડા જ તિતિક્ષત્તિ -અનુ. सह्यन्ते प्राणिभिर्बाद, पितृ-मातृपराभवाः । માપરામર્વ સોડું, તો ન જ લ: I-”,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org