Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સોનુવાદ
એટલે નિર્ભય ચિત્તે ભૂમિનું વસ્ત્રના છેડા વડે પ્રમાર્જન કરી જિનેને નમસ્કાર કરી, વિધિપૂર્વક વ્રતને ઉચ્ચારી, ચાર શરણ સ્વીકારી, સર્વ જેને ખમાવી, દુષ્કૃત્યની નિંદા અને સુકૃતની અનુમોદના કરતા અને સાકાર અનશન અંગીકાર કરી, ઉપસર્ગમાંથી બચી જઈશ તે જ કાઉસગા પાડીશ એમ વિચારી પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતા તેઓ કાર્યોત્સર્ગ-ધ્યાનમાં આરૂઢ થયા. અર્જુન તેમની છેક પાસે આવ્યા, પરંતુ તેના શરીરમાં પેઠેલો યક્ષ આ શેઠને કંઈ કરી શક્યો નહિ. ઉલટ ભયભીત થઈને પિતાના મુગરને લઈને અર્જુનના શરીરમાંથી તે નાસી છૂટે. તેમ થતાં દાયેલા ઝાડની જેમ અર્જુન ભૂમિ ઉપર ઢળી પડ્યો. ક્ષણવાર પછી ચેતન આવતાં અને આંખ ઊઘાડી, એટલે તેની દષ્ટિ સુદર્શનના ઉપર પડી. ઉપસર્ગ દૂર થયેલ જોઈ શેઠે ધ્યાન ધરવું છોડી દીધું. અને તેમને પૂછયું કે તમે કોણ છો અને ક્યાં જાઓ છે? સુદર્શને ઉત્તર આપ્યો કે હું શ્રમણને ઉપાસક (શ્રાવક) છું અને શ્રી વીર પરમાત્માને વંદન કરવા તેમજ તેમની દેશના સાંભળવા જાઉં છું. અને કહ્યું કે મને પણ એ મને રથ થાય છે એટલે પછી બંને જણા શ્રીવીરના સમવસરણમાં ગયા અને તેમની દેશના સાંભળવા બેઠા. ત્યાં તેમને કાને એવા અક્ષરે પડ્યા કે— " मानुष्यमार्यविषयः मुकुलप्रसूतिः
श्रद्धालुता गुरुवचाश्रवणं विवेकः । मोहान्धिते जगति सम्पति सिद्धिसौध
પાનપતિપર્વ સુકૃતોપજગ્યા II-વસન્ત संसारकूपाज्जननापमृत्यु
जरामहाक्षारजलाभिपूर्णात् । अहंद्रचोरज्जुमृतेऽभिभग्नान्
નાન સમુહર્તમ ન વાવ ” – ઉપજાતિ અર્થાત અત્યારે મોહથી અંધ બનેલા ભૂમંડળમાં મનુષ્યપણું, આર્ય દેશ, સુકુળમાં જન્મ, શ્રદ્ધા, ગુરુની વાણીનું શ્રવણ અને વિવેક એ મુક્તિરૂપી મહેલની નીસરણની પદ્ધતિ પુણ્ય વડે પ્રાપ્ત થાય છે. જન્મ, અપમરણ અને ઘડપણ રૂપ અત્યંત ખારા જળથી પરિપૂર્ણ એવા સંસારરૂપ કૂવામાં ડૂબતા જનેને ઉદ્ધાર કરવા માટે અરિહંતની વાણીરૂપ દોરડા સિવાય અન્ય કઈ સમર્થ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org