Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૯૬
વૈરાગ્યરસમ જરી
[ ચતુર્થ
ગઈ અને તે રાજાને કાને પણ પહોંચી. રાજાને વહેમ પડ્યો અને તે મત્રીનું નિકન્દન કાઢવા તત્પર થયા. અવસર થતાં મંત્રી હાજર થયા ત્યારે રાજા કાપ કરીને વિમુખ થઇ બેઠા મંત્રી એના ભાવ સમજી ગયા અને ઘેર જઇ એણે શ્રીયકને કહ્યું કે તું કાલે રાજસભામાં મારૂં મસ્તક છેદી નાંખજે, કેમકે રાજા આપણા સમગ્ર કુટુંબને! સંહાર કરવા અધીરા બન્યા છે. હું મુખમાં તાલપુર વિષ રાખીશ એટલે તને પિતૃત્યાનું પાપ નહિ લાગે. બહુ બહુ સમજાવવાથી બીજે દિવસે શ્રીયકે રાજાના દેખતાં પિતાનું માથું કાપી નાંખ્યું. રાજાએ શ્રીયકને કહ્યું કે આવું અકાર્ય તે કેમ કર્યું ? જવાબ મળ્યે કે સ્વામીના વેરીનેા ઘાટ ઘડવા એ સેવકનું કર્તવ્ય છે.
આની ઉત્તરક્રિયા થયા બાદ નંદ નૃપતિએ શ્રીયકને પ્રધાન–મુદ્રા સ્વીકારવા કહ્યું એટલે તેણે સૂચવ્યું કે પિતાના પ્રસાદથી નિરંકુશપણે મારા વડીલ ભાઇ સ્થૂલભદ્ર કાશાને ઘેર આજે ખાર વથી ભોગ ભગવી રહ્યો છે, તેને ખેલાવીને એ આપે, રાજાએ સ્થૂલભદ્રને ખેલાવી મંગાવ્યે અને પ્રધાન-મુદ્રા અંગીકાર કરવા કહ્યું. એટલે વિચારીને-આલેાચીને જવાબ આપીશ એવા ઉત્તર મળ્યા. રાજાએ આગ્રહ કર્યાં કે તું હમણા જ આલેાચી લે. આથી સ્થૂલભદ્ર પાસેની અશાક વાડીમાં જઇ વિચારવા બેઠા કે નારક જીવાની પેઠે સેવક જનાને ખાવા પીવા કે સૂવાને પણ સુખે અવસર મળતા નથી વળી પેાતાના અને પારકાના દેશની ચિતામાં ડૂબેલા અધિકારીઓના ચિત્તમાં પૂર્ણ કુંભમાં જળની જેમ પ્રિય પ્રમદાને સ્થાન મળનું નથી. વિશેષમાં નિઃસ્વાર્થપણે સેવા કરનારને પણ દુપ્ત જનો સતાવે છે. રાજાના કલ્યાણ માટે બ્ય અને દેહ પણ પાથરવાં પડે છે. આના કરતાં સુજ્ઞ જના પેાતાના આત્મા માટે
આત્મા પ્રયાસ કરે તો શું ખોટું ? આવી વિચાર-માલામાં ગૂંથાયેલા સ્થૂલભદ્રં ત્યાં જ કેશને પંચમુષ્ટિ લાગ્ન કર્યાં, 'રત્નકંમળનાં તાંતણાંથી રજોહરણ મનાવી લીધું અને રાજસભામાં આવી રાજાને ધર્મ લાભ દઈ કહી સંભળાવ્યું કે મેં આ આલેચ્યું.
રાજસભામાંથી બહાર નીકળી સ્મશાન માર્ગે થઇ શ્રીસંભૂતિવિજયસૂરિ પાસે જઇને સામાયિકના ઉચ્ચાર પૂર્વક તેમણે દીક્ષા લીધી. ટુંક સમયમાં તેએ શાસ્ત્રમાં પારંગત થયા. અન્યઢા વર્ષાકાળ આવતાં ગુરુવર્યને પ્રણામ કરી
૧ આના ગુણાનું એમ વર્ણન કરાય છે કે એવી પ્રખર ઠંડી પડતી હોય કે ઘી પણ પત્થર જેવું કરી નય ત્યારે તેના ઉપર આ કબળ ઢાંકવામાં આવે તે તે ઘી સર્વથા પીગળી ય. ભર ઊનાળામાં પાણી જેવું પ્રવાહી બની ગયેલું ઘી આ કબળના યાગથી પત્થર જેવું કરી નય. મા પ્રમાણે રિશયાળ માં ઠંડીથી અને ઉનાળામાં ગરમીથી આ કંબળ રક્ષણ કરે છે. ચેમાસામાં તે શરદીથી અને ગરમીથી ખેંચાવે છે. એનું મૂલ્ય સવા લાખ સાનૈયા ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org