Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૮૪ વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ યાચી હાથી ઉપર તેને સન્માનપૂર્વક બેસાડી તે ગામમાં આવ્યું. આ વાતથી વાકેફગાર થતાં અનેરમાએ કાઉસગ્ગ પાર્યો. પછી રાજાના અત્યંત આગ્રહથી શેઠે ખરી સ્થિતિ કહી એટલે રાજા કેપે કળકળી ઊઠો અને રાણીને અને દાસીને ગામ બહાર કાઢી મૂકવા હુકમ કાવ્યો, રાણું તે શરમની મારી
ત્યાં જ મરી ગઈ. પરંતુ પંડિતા “પાટલીપુર” ગઈ અને ત્યાં જઈ તેણે વેશ્યાને ધંધે આદર્યો. સુદર્શન શેઠને વૈરાગ્ય થતાં તેમણે દીક્ષા લીધી.
વિહાર કરતાં કરતાં સુદર્શન મુનિરાજ “પાટલીપુર જઈ ચડ્યા. પંડિતાએ તેમને ઓળખ્યા. પિતે કામાતુર થવાથી તેમને ગોચરીને બહાને ફોસલાવીને તે પિતાને ઘેર તેડી લાવી. તેણે ઘણું ઘણું કદથનાઓ કરી જોઈ, પરંતુ પિતા પાસે અવળે પડતે જાણે તેમને છોડી મૂક્યા. મુનિરાજ ત્યાંથી મુક્ત થતાં સ્મશાનમાં ગયા અને કાર્યોત્સર્ગ-મુદ્રામાં રહ્યા. એવામાં અભયા રાણી મરીને વ્યંતરી થઈ હતી તેણે તેમને જોયા એટલે પૂર્વ ભવના વેરથી તે તેને અનેક અનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપસર્ગ કરવા લાગી. મુનિવર તે મેરુની જેમ નિશ્ચળ રહ્યા અને ઉલટ કેવળજ્ઞાન પામ્યા. પછી એમણે દેશના આપી વ્યંતરીને તેમજ પંડિતાને પ્રતિબંધ પમાડ્યા. છેવટે તે બેની પણ સદ્ગતિ થઈ. સર્વજ્ઞ સુદર્શન મહારાજ પણ આયુષ્ય પૂર્ણ થતાં નિર્વાણ નગરીએ સંચર્યા. સ્થૂલભનું ચરિવ–
સ્પષ્ટી–આ “ભરતક્ષેત્રમાં “પાટલીપુત્ર નગરમાં નવમે નંદ રાજા રાજ્ય કરતું હતું. તેને મહાબુદ્ધિશાળી શકટાલ નામને મંત્રી હતા. આ મંત્રીને સાક્ષાત્ લક્ષ્મી જેવી અને શીલ-ભૂષણથી વિભૂષિત લક્ષ્મીવતી નામની પત્ની હતી. આ દંપતીને બે પુત્રો હતાઃ-(૧) ચતુર, ગુણ અને ભદ્ર આકૃતિવાળો સુધાકર સમાન સ્થૂલભદ્ર અને (૨) નંદ રાજાની અત્યંત સેવા કરનારે અને એથી કરીને તેને અતિપ્રિય થઈ પડેલે એ શ્રીયક. આ ઉપરાંત યક્ષા, યદિન્ના, ભૂતા, “ભૂતદિનકા, સેણ, વેણુ અને રેણું એમ સાત પુત્રીઓ પણ હતી. આ નગરમાં રૂપમાં ઉર્વશીને પણ હરાવે એવી અને કળાના મંદિર સમાન કેશા નામની વેશ્યા રહેતી હતી. આને ઘેર સ્થૂલભદ્ર પડ્યો પાથર્યો રહેતું હતું, જ્યારે શ્રીયક નંદ રાજાને અંગરક્ષક થઈ રહ્યો હતે.
કાવ્ય, વાદ અને વ્યાકરણમાં અતિશય નિપુણ એવે વરરારિ બ્રાહ્મણ આ નગરમાં વસતે હતે. તે પ્રતિદિન નવાં નવાં ૧૦૮ કાવ્ય બનાવી રાજાને
૧ આ પ્રમાણેનાં નામે શ્રીજયાનંદસૂરિત શ્રીસ્થલભદ્રચરિત્ર (ભો. ૧૦)ને આધારે આપ્યાં છે. પરિશિષ્ટ પર્વ (સ. ૮ ) માં યદત્તા અને ભૂતદત્તા એવાં નામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org