Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
૧૪૩
પિતાની જાતને તેમજ અન્ય જનને પણ સંસારમાં સંડોવતા અને એથી કરીને દયાને પાત્ર બનતા જને દાન કહેવાય છે. નવા નવા વિષની પ્રાપ્તિથી અને પ્રાપ્ત કરેલા વિષયના પરિભેગથી જેમનામાં તૃણારૂપ અગ્નિ પ્રકટળ્યો છે અને જેઓ એ અગ્નિમાં ભડભડ બળી રહ્યા છે તેઓ “આર્ત છે. જેઓ હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગને વિષે વિપરીત વૃત્તિવાળા છે તેમજ જેઓ ધન કમાવા માટે તથા તેનું રક્ષણ કરવા માટે કર્થના સહન કરે છે તેમજ તેને નાશ થતાં પરિતાપ ભોગવે છે તેઓ પણ “આર્ત છે. વિવિધ દુઃખથી પીડાયેલા એવા અનાથ, કૃપણ, બાળ, વૃદ્ધ વગેરે જેને “ભીત કહેવાય છે. દીન, આર્તા, ભીત તેમજ દુશ્મનોથી ઘેરાયેલા, રોગથી પીડાયેલા અને મૃત્યુના મુખમાં સપડાયેલા હોવાથી પ્રાણ-દાન માટે યાચના કરનારા જેને હિતકારી ઉપદેશ દ્વારા કે દેશ-કાલની અપેક્ષાએ અન્ન પાનાદિ વડે સહાયતા કરવી તે કારુણ્ય-ભાવના છે.
ગમ્ય, અગમ્ય, ભઠ્ય, અભક્ષ્ય, પિય, અપેય, કર્તવ્ય, અકર્તવ્ય ઈત્યાદિ વિવેક વિનાના, ઋષિ-હત્યા, બાલ-હત્યા, સ્ત્રી-હત્યા અને હત્યા જેવા ક્રૂર કર્મો કરનારા, બેધડક રીતે છડેક દેવ અને ગુરુની નિંદા કરનારા તેમજ પિતાની પ્રશંસા કરવાવાળા જ ધર્મોપદેશને માટે ન લાયક હોવાથી તેમની ઉપેક્ષા કરવી તે “માધ્યસ્થ-ભાવના છે.
આ સમગ્ર કથનને સાર ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત શાન્તસુધારસના તેરમાં પ્રકાશમાંના નિમ્નલિખિત પદ્યમાં તારવી કાઢેલે જણાય છે –
" मैत्री परेषां हितचिन्तनं यद्
भवेत् प्रमोदो गुणपक्षपातः । कारुण्यमार्ताङ्गिरुजां जिही
સુક્ષi સુવિચામુલા | | ઉપજાતિ અર્થાત્ પારકાના હિતની ચિંતા તે મૈત્રી'; ગુણેને પક્ષપાત તે પ્રમે; દુઃખી જીના રેગોને દૂર કરવાની ઇચ્છા તે “કારણ્ય', અને દુષ્ટ બુદ્ધિવાળાઓની ઉપેક્ષા તે “માધ્યસ્થ (ઉપેક્ષા) છે.
- મારા નાના નાક-*
૧ નાલાયક કહેવાનું કારણ એ છે કે જેમ પુષ્કરાવ મેઘ વરસે પણ મગફળીઓ પત્થર પલળે નહિ તેમ આ જીવોનું હૃદય પણ એવું નિષ્કર હોય છે કે કોઈ પણ રીતે ધાર્મિક ઉપદેશની તેમને અસર ન જ થાય.
ર આ પ્રકાશમાં મૈત્રી ભાવનાનું સ્વરૂપ આલેખવામાં આવ્યું છે. આ પછીના ત્રણ પ્રકાશે બાકીની ત્રણ ભાવનાઓ ઉપર પ્રકાશ પાડે છે. આ પ્રત્યેક પ્રકાશમાં એકેકી ભાવના પરત્વે ગેય (ગાઈ શકાય તેવું) પદ્યાષ્ટક પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org