Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૪
વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ
આ સંબંધમાં વિશેષ વિચાર કરતાં સમજાય છે કે “ffમરા રે (પા. ધા. ૭૪૩) એ ધાતુપાડમાં સૂચવ્યા મુજબ સ્નેહ અર્થવાળા મિત્ ધાતુ ઉપરથી “મિત્ર' શબ્દ બને છે. મિત્રને ભાવ તે મૈત્રી' છે. ગમે તે એક જીવ ઉપર સ્નેહ રાખવો એનું નામ મૈત્રી નથી, કેમકે એ પ્રેમ તે વાઘ જેવાં કર પ્રાણીઓ પણ પિતાનાં બચ્ચાં ઉપર રાખે છે. મૈત્રી ભાવના તે ત્યારે જ સાર્થક ગણાય કે જ્યારે બ્રહ્માણ્ડના સર્વ જી ઉપર પ્રેમભાવ પ્રકટે. ઉપકારી કે અનુપકારી સર્વ જે પાપમય આચરણ કરતાં અટકે અને તેમ થતાં દુઃખના અનુભવમાંથી બચે એવી ઉદાર ભાવના તે “મૈત્રી’ છે. વંદિતા સૂત્રની ૪૯ મી ગાથામાં કહ્યું છે તેમ જ્યારે સર્વ જીવોને--અપરાધીઓને-દુમને પણ ખમાવવાની અને સમગ્ર જીની સરળ હૃદયથી ક્ષમા યાચવાની વૃત્તિ જાગે અને સાથે સાથે રોમે રોમમાં મારે સકળ જી સાથે દસ્તી હાજે અને કોઈની પણ સાથે દુશ્મનાવટ ન હાજે એવી અપૂર્વ ભાવના વ્યાપે ત્યારે તે ભાવના “આદર્શ મંત્રી ગણાય અને એ ભાવનાથી જે આત્મા ભાવિત બને તે પિતાનું કલ્યાણ તે જરૂરજ કરી શકે.
સમ્યક્ત્વાદિ ગુણોએ કરીને અધિક એવા વ્રતધારીઓને જોઈને આનંદ પામવો તે અમેદ ભાવના છે. આનું બીજું નામ “વિનયપ્રગ” છે. જેનાથી કર્મો નાશ પામે તે “વિનય કહેવાય છે. તેને પ્રેમ એટલે અનુષ્ઠાન સમજવું. જ્ઞાન અને ક્રિયારૂપ મુક્તિનાં અંગેની આરાધના કરનારા મહાનુભાના ક્ષાપશમાદિક ભાવથી આવર્જિત શમ, દમ, ઉચિતતા, ગંભીરતા, ધીરજ ઇત્યાદિ ગુણોને લઈને તેમને વન્દન, રસુતિ, વર્ણવાદ અને પયાવૃત્ય દ્વારા પક્ષપાત કરે તે પ્રમેદ-ભાવના છે.
મતિ-અજ્ઞાન, યુત-અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના બળથી કુશાને પ્રવર્તાવી १ मिद्यतीति मित्रम् । ૨ આ રહી તે ગાથા –
" खामेमि सव्वजीवे सव्वे जीवा खमंतु मे ।
મિત્તી જે સમૂહુ વેર અન્ન ન જાવું છે ”—અનુ. [ क्षमयामि सर्वजोवान् सर्वे जीवाः साम्यन्तु मे ।
मैत्री मे सर्वभूतेषु वैरं मम न केनचित् ॥ ] ૩ વિશેષાવશ્યકની તૃતીય ગાથામાં કહ્યું છે કે--
નrrrrદે મોહા” [sirfથામાં ક્ષ:]. ૪ વર્ણ એટલે યરા, તેની પ્રસિદ્ધિ તે વર્ણવાદ અથાંત પાંસા.
૫ બાળ, ગ્લાન, ઉપવાસી મુનિઓની અન્ન, પા, વ, પાત્ર, આશ્રય આદિ કાર સેવા કરવી તે પયાવૃન્ય” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org