Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૭૮ વૈરાગ્યરસમ જરી
[ચતુર્થ ભંડારરૂપ, કલા-સમુદ્રમાં પારંગત, ગુણોની સ્વામિની અને મનેહરતામાં અપ્સરાને પણ પરાસ્ત કરનારી એકેક કન્યા છે. હાલમાં વિવાહના કલ્યાણ મિત્રરૂપ યૌવન તેમને પ્રાપ્ત થયું છે, તે કુળ, શીળ, વય, રૂપ વગેરે ગુણેથી અનુરૂપ એવા તમારા પુત્ર સાથે તેમનું પાણિગ્રહણ હો. શેઠે તેમની આ વિનતિ ઘણા હર્ષથી સ્વીકારી, સમુદ્રથી વગેરે આઠ કન્યાઓને પણ પોતાનું યેગ્ય સ્થળે સગપણ થયેલું જાણી આનંદ થયો.
સમય જતાં શ્રી સુધર્માસ્વામીનું આ નગરમાં આગમન થયું તે જાણીને રોમાંચિત થયેલે જબ કુમાર તેમની વાણીનું પાન કરવા ગયે. તેમના મુખારવિંદમાંથી અમૃતના ઝરણ જેવી અનુપમ દેશના કણનેચર થતાં આ કુમારના હૃદયમાં નિભંગીને દુર્લભ એ ભવ-વૈરાગ્ય ઉત્પન્ન થયે. આથી હું મારા માતાપિતાની રજા લઈને આવું ત્યાં સુધી આપ આ ઉદ્યાનમાં ધર્મવૃક્ષની શોભાને ધારણ કરશે એવી ગણધરદેવને પ્રાર્થના કરી રથ ઉપર આરૂઢ થઈ તે ઘર ભણી ચાલ્યા.
નગરના એક દરવાજે તે આવ્યા ત્યાં તે અત્યંત સંકીર્ણ જણાયે એટલે કાલ-ક્ષેપના ભયથી તે બીજે દરવાજે ગયે. ત્યાં પણ લડાઈની તૈયારી થતી જોઈ તે પાછો વળે, કેમકે તેને એવો શુભ વિચાર થયે કે હું વિરતિ રહિત કદાચ મરી જાઉં તે મારી દુર્ગતિ થાય. શ્રીસુધર્માસ્વામી પાસે આવી તેમને પ્રણામ કરી તેણે જીવન પર્યત ત્રિવિધ બ્રહ્મચર્યની અનુજ્ઞા માગી. તે સ્વીકારતાં કામવિકારને તિલાંજલિ આપી જબકુમાર સહર્ષ પિતાને ઘેર આવ્યું. હું દીક્ષા લેવા આતુર છું, વાતે મને આપ પૂ અનુજ્ઞા આપે એવી તેમણે પિતાના માતાપિતાને વિનતિ કરી, પરંતુ તે માન્ય ન રાખતાં તેમણે કહ્યું કે એક વાર તું આઠે કન્યાનું પાણિગ્રહણ કરી અમને આનંદ આપ. ત્યારબાદ તું સુખેથી દીક્ષા લેજે. તે સાંભળી જ કુમારે હા પાડી, પરંતુ સાથે સાથે કહ્યું કે તમારું કાર્ય થઈ જાય એટલે મને દિક્ષા લેતાં રોકશો નહિ.
ગષભદત્ત આઠે કન્યાના પિતાને બોલાવી પોતાને પુત્ર પરણીને તરત જ દીક્ષા લેનાર છે એ વાતથી વાકેફગાર કર્યા અને કહ્યું કે તમારે સગાપણ રદ કરવું હોય તે મુખેથી તેમ કરો. આ સાંભળીને શોકાતુર બનેલા તે આઠે જણઓએ મસલત કરવા પિતાને પરિવાર ભેગો કર્યો. આ સમયને વાર્તાલાપ સાંભળી આઠે કન્યાઓએ કહ્યું કે ગમે તેમ થાઓ; અમારે તે આ ભવમાં જબ્રકુમાર જ સ્વામી છે, અન્ય નહિ, આવી કન્યાઓની મકકમતા જોતાં અનુકૂળ દિવસે લગ્નના ગણેશ મંડાયા અને મોટી ધામધૂમ પૂર્વક તેની પૂર્ણાહુતિ થઈ. આઠ વધુઓ સાથે જ બૂકુમારને પિતાને ઘેર આવેલા જઈ ધારણ અને ઋષભદત્તના હર્ષને પાર રહ્યો નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org