Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૮૦
વૈરાગ્યસમ જરી
[ ચતુર્થ
૧૦
૧૧
૧૬
પરન્તુ જંષ્ણકુમારે કહ્યું કે વિષય-ભેગ તે વિષ-ભેગ છે, એમાં પુષ્કળ દુ:ખ છે અને સુખ તે માનેલું સુખ પણ અતિસ્વલ્પ છે તેમજ એ ઉપર મધુબિન્દુ પુરુષની, કુબેરદત્તની અને મહેશ્વરદત્તની ત્રણ કથાઓ સંભળાવી. આના પ્રત્યુત્તરરૂપે એકેક પત્નીએ અનુક્રમે 'ખક ખેડુતની, વાનરની, નૂપુરપંડિતા અને શિયાળની, શંખધમકની, બુદ્ધિ અને સિદ્ધિની, ઇંગ્મટ્ઠટના પુત્રની, માસાહસ પક્ષીની અને નાગશ્રીની કથા કહી. પરંતુ આ પ્રત્યેક કથાનું કાગડા, અંગારકારક, વિદ્યુમ્માલી, વાનર, જાતિયંત અશ્વ, સાલ્લક, ત્રણ મિત્ર, ( જુએ પૃ. ૧૩૨–૧૩૩ ) અને લલિતાંગના દૃષ્ટાન્તથી જ અકુમારે એવું નિ રસન કર્યું કે આઠે પત્નીએ પ્રતિબધ પામી ગઈ અને પતિદેવને ખમાવતાં એલી ઊઠી કે હે નાથ ! જેમ આપ સંસાર–સમુદ્ર તરવા ઇચ્છે છે. તેમ અમને પણ તારો, કેમકે આપ પરોપકારીમાં શિરેામણુ છે. આ હકીકત સાંભળીને જકુમારના માતા, પિતા, સાસુ, સસરા અને તેના બંધુજના પણ દીક્ષા લેવા તૈયાર થયા. આ તરફ પ્રભવ પણ બેસ્થેા કે હું પણ મારા માતાપિતાની રજા લઇ જલદીથી આવું છું. કેમકે મારે પણ દીક્ષા લેવી છે. જ ભ્રકુમારે કહ્યું કે હે મિત્ર ! આ શુભ કાર્યમાં ઢીલ ન કરશે. પ્રાતઃકાલ થતા મેાટા મનવાળા જમકુમારે સ્નાન કર્યું, સર્વાં અ ંગે અગરાગ કર્યાં અને અમૂલ્ય આભૂષણેા ધારણ કર્યો. પછી અનાદત્ત નામના દેવથી સાન્નિધ્ય કરતા આ કાશ્યપગોત્રી મહાનુભાવ મેટી શિબિકામાં આરૂઢ થયા અને સુધર્માસ્વામી જે ઉદ્યાનમાં બિરાજતા હતા ત્યાં સપરિવાર આવી પહેાંચ્યા. શિખિકામાંથી નીચે ઉતરી ગણધરદેવને પંચાંગ પ્રણામ કરી તેમણે અંજલિ જોડી વિજ્ઞપ્તિ કરી કે હું તારણહાર ! આ સંસારસાગરમાં નકા સમાન દીક્ષા આપી મને અને મારા સગાંવહાલાંને આપ આપનાં ઋણી મનાવા. આના સ્વીકાર કરી ગણધર મહારાજે વિધિપૂર્વક તેમને દીક્ષા આપી. વિશેષમાં બીજે દિવસે પ્રભવસ્વામી આવતાં તેમને પણ દીક્ષા આપી જકુમારના શિષ્ય તરીકે સ્થાપ્યા.
એકદા ગણધર શ્રીસુધર્માસ્વામી જ ખ઼સ્વામી પ્રમુખ શિષ્ય-રત્ને સહિત ‘ચ’પા’ નગરીએ પધાર્યાં. તે વખતે એ નગરના કુણિક રાજા સપરિવાર તેમને વાંદવા આવ્યા. જ બૂકુમારનું અલૈકિક રૂપ જોઇને તે ચિકત થઇ ગયા
૧-૭ આ કથા માટે જુએ પરિશિષ્ટ પર્વ (સ. ૨, શ્લા. ૧૯૧–૨૧૯, ૨૨૪-૩૦૯, ૩૧૫-૩૫૩, ૩૫૬-૩૭૮, ૪૦૭=૪૩૦, ૪૪૬-૬૪, ૬૯૪-૭૧૭.)
૮-૧૧ જુએ પરિશિષ્ટપર્વ (સ.૩, શ્લા. -૪૧,૧૦૮-૧૨૧, ૧૪૨-૧૪૭, ૧૮૬-૨૧૨) ૧૨-૧૫ જુએ પરિશિષ્ટપર્વ (સ. ૨, શ્લો. ૩૭૯-૮૦૫, ૪૩૨-૪૪૩, ૪૩-૬૯૧,
૭૨૦-૭૪૫).
૧૬-૧૯ જુએ પરિશિષ્ટપર્વ (સ. ૩, શ્લેા.૪પ-૧૦૬, ૧૨૩-૧૪૦, ૧૪૯-૧૭૯,૨૧૪-૨૬૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org