Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુણક 1
સાનુવાદ
૧૭૯
| સર્વ અલંકારોથી વિભૂષિત, સાક્ષાત કામદેવ જેવા જ બકુમાર આઠ પત્નીઓ સહિત શયનગૃહમાં ગયા, પરંતુ તેમની એક રૂવાંટીમાં પણ કામવિકાર થયે નહિ. તેમની આ ધીરતા અલૈકિક ન ગણાય તે બીજું શું ? કુમારસંભવ (સ. ૧, લે. પ૯)માં કહ્યું પણ છે કે–
" विकारहेता सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः।”
આ પ્રસંગે જયપુરના વિધ્ય રાજાને માટે પુત્ર પ્રભાવ જ બૂકુમારના ઘરમાં ચોરી કરવાના ઈરાદાથી દાખલ થયો. પિતાએ કનિષ્ઠ પુત્રને રાજ્ય આપ્યું હતું તેથી પિતાનું અપમાન થયેલું સમજી પિતે નગર બહાર “વિંધ્યાચળની પાસે એક ગામ વસાવી રહેતે હતા અને ખાતર પાડીને, લોકેને લૂટીને, ચેરી કરીને તે પિતાની આજીવિકા ચલાવતો હતો. એવામાં તેના ચાર પુરુષએ તેને જંબકુમારની સમૃદ્ધિ કુબેરને પણ કરે બેસાડે તેવી છે એવી બાતમી આપી. તે સાંભળીને તે આ અવસરે અવસ્થાપિની વિદ્યા વડે જબ સિવાય અન્ય સર્વ જાગતા લેકને નિદ્રાવશ કરી દઈ પોતાના પરિવાર સહિત સ્વેચ્છાએ લૂટફાટ ચલાવવા લાગે. જબુમાર મહાપુણ્યશાળી હોવાથી વિદ્યાની તેના ઉપર અસર થઈ નહિ. પિતાનું ઘર લૂંટાતું જઈ આ મહાત્માને કેપ કે ક્ષેભ થયે નહિ. પરંતુ લીલાપૂર્વક તેઓ બોલ્યા કે હે રે અહીં સૂતેલા, વિશ્વાસુ અને મારા આમંત્રણથી આવેલા પરોણાઓને ન અડકે, તેમને પહેરેગીર જાગતો બેઠો છું. આ શબ્દો કાને પડતાં ચોરે સ્તબ્ધ થઈ ગયા અને પ્રભવ પણ ચોતરફ જેવા લાગે. હાથિણીઓ વડે હાથીની જેમ આઠ સુંદર સુંદરીઓથી યુક્ત જબકુમાર તેની નજરે પડ્યા એટલે તેણે જે કુમારને પિતાની ઓળખાણ આપી અને કહ્યું કે મારી અવસ્થાપિની અને તાલેઘાટિની બે વિદ્યા આપ લે અને તેના બદલામાં મને સ્વૈભિની અને મેક્ષિણ વિદ્યા આપે. જબકુમારે પ્રત્યુત્તર આપે કે હે પ્રભવ ! સવાર પડતાં તે આ આઠે નવીન પરણેલી પત્નીઓને પરિત્યાગ કરી હું દીક્ષા લેવાને છું, હમણું પણ હું ભાવ-સાધુ થયેલ છું; તેથી તારી અવસ્થાપિની વિદ્યા મારા ઉપર કશે પ્રભાવ પાડી શકી નથી, બાકી મારી પાસે કોઈ વિદ્યા નથી. વળી તૃણની જેમ લક્ષમીને સર્વથા ત્યાગ કરી શરીર ઉપરની પણ મમતા-ડાકણને દેશવટે દઈ હું મુક્તિ-રમણની લગ્નપત્રિકા તુલ્ય દીક્ષાને સ્વીકાર કરનારે છું એટલે તારી વિદ્યાઓ મારે શા કામની ?
પછી પ્રભવે અવસ્થાપિની વિદ્યા સંહરી લીધી અને નવીન પત્નીઓ સાથે વિષય-સુખ ભોગવ્યા બાદ યોગ્ય સમયે દીક્ષા લેવાની જબસ્વામીને સૂચના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org