Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૭૦
વિરાગ્યરસમંજરી
[ ચતુર્થ અર્થાત્ તણખલા અને મણિઓને સમાન ગણનારા તેમજ સંન્યાસી એવા સુપાત્રને જે દાન દેવાય તે ધર્મ-દાન જાણવું. __“ शतशः कृतोपकारो दत्तं च सहस्रशो ममानेन ।
अहमपि ददामि किञ्चित् प्रत्युपकाराय तद् दानम् ॥ અર્થાત્ મારા ઉપર સેક રીતે ઉપકાર કર્યો છે તેમજ હજાર રીતે મને દાન દીધું છે. વાસ્તુ પ્રત્યુપકારાર્થે હું પણ એને કંઈક આપું એ (૧દશા પ્રકારનું) દાન છે.
शीलं विघ्नहरं सर्व-सम्पदा दायकं मतम् ।
प्राणाधारं सुवृत्तस्य, वंशशोभाविवधर्कम् ॥ १३४ ॥ શીળનો મહિમા
—“શળ વિનાને વિનાશ કરનારું, સર્વ સંપત્તિઓને આપનારું, સચ્ચરિત્રને જીવન-આધાર અને વંશની શોભાને વિશેષતઃ વધારનારૂં મનાય છે. ”—–૧૧૪ દાનાદિને કમ
સ્પષ્ટી–અન્ય ને સુખ થાય તે માટે, તેમનું દુઃખ દૂર કરવાને માટે તન, મન અને ધનથી મદદ કરવી એ મનુષ્યનું લક્ષણ અને ભૂષણ છે. પરતુ યાદ રાખવું જોઈએ કે ત્યાગ કરવાની વૃત્તિવાળે જ દાતાર બની શકે છે. જે ધન અગ્યારમે પ્રાણુ ગણાય છે તેનું દાન તેના ઉપરની મમતા ઓછી થતાં અર્થાત્ ત્યાગ-બુદ્ધિ સ્ફરતાં થઈ શકે છે. કહેવાની મતલબ એ છે કે જેટલા અંશે પર જીના ઉપકારાર્થે તન, મન, અને ધનથી સહાયતા કરાય છે તેટલે અંશે ત્યાગ-ભાવ પ્રકટે છે. તીર્થંકરે દીક્ષા લે તે પૂર્વ સાંવત્સરિક દાન દે છે. ત્યાર બાદ ઉત્તમ શીયલની મૂર્તિરૂપ દિક્ષા તેઓ ગ્રહણ કરે છે. તદનંતર બાહ્ય અને આત્યંતર તપશ્ચર્યાનું તેઓ સેવન કરે છે. આ આલ્ય. તર યાને ભાવ-તપના પ્રભાવથી આત્માની શુદ્ધ ભાવના ભાવીને તીર્થકરે કેવલજ્ઞાન ઉપાર્જન કરે છે. એટલે આ દૃષ્ટિએ જોતાં દાનાદિ કમ સહેતક હોય એમ સમજાય છે. વળી દાન દેવું એ જેટલી સહેલી વાત છે તેટલી સહેલી વાત શીયળ પાળવાની નથી. વળી આનાથી તપશ્ચર્યા કરવી એ તે
૧ કારણે-દાન અને કરિષ્ય-દાન વિષે ઉલ્લેખ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org