Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૬૮ વૈરાગ્યસમંજરી
[ચતુર્થ દાનના (૧) અભયદાન, (૨) સુપાત્રદાન,(૩) અનુકંપા–દાન, (૪) ઉચિતદાન અને (૫) કીર્તિદાન એમ પાંચ પ્રકારો પણ પડે છે. તેમાંનાં પ્રથમનાં બે દાને મુક્તિ માટે છે, જ્યારે બાકીનાં ત્રણ ભુક્તિ (ગ) માટે છે. આ વાતની પુષ્ટિ માટે નિમ્નલિખિત ગાથા રજુ કરવામાં આવે છે – “ “મમાં સુઘરા, અણુ રિએ ઉત્તિવાળું વા ઢોદ વિ મુવી માગ, િવ મોજાશે વિંતિ ! ”. આર્યા
સ્થાનાંગના ૭૪૫ મા સૂત્રમાં દાનના દશ પ્રકારે નિમ્નલિખિત પદ્ય દ્વારા સૂચવાયા છેઃ
“અનુકંપા સિંગરે વૈવ, મને જિતેતિ ચા ૪wાતે મારા , અને વળ સત્તને –અનુ.
धम्मे त अट्ठमे वृत्ते, काहीति त कतंति त ।" અર્થાતુ અનુકંપા-દાન, સંગ્રહ-દાન, ભય-દાન, કારુણ્ય-દાન, લજજા–દાન, ગરવ-દાન, અધર્મ-દાન, ધર્મ-દાન, કરિષ્યદ્ –દાન અને કૃત–દાન એમ દાનના દશ પ્રકારો છે. આ પ્રત્યેકનું સ્વરૂપ ધ્યાનમાં આવે તે માટે શ્રીઅભયદેવસૂરિ સ્થાનાંગની ટીકામાં નિર્દેશે છે તેમ વાચકમુખ્ય પૂજ્યપાદ શ્રીઉમાસ્વાતિએ રચેલી આર્યાએ અર્થસહિત રજુ કરવામાં આવે છે.
" कृपणेऽनाथदरिद्रे व्यसनप्राप्ते च रोगशोकहते ।
यद् दीयते कृपार्थादनुकम्पा तद् भवेद् दानम् ॥" અર્થાતુ પણ, અનાથ, દરિદ્ર, સંકટમાં સપડાયેલા તેમજ રોગ અને શેકથી હણાયેલાને મહેરબાનીની રૂએ દાન દેવું તે “અનુકંપાદાન છે.
1-૩ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિન-પ્રતિમા, જિન–ચત્ય અને જૈન આગમ એ સાત ક્ષેત્રોમાં સર્વસ્વનું અર્પણ કરવું તે “સુપાત્રદાન” છે. પિતાના અધિકાર અને સામર્થ અનુસાર દેશ, કાળ, કુળ ઈત્યાદિને એગ્ય એવું જે દાન દેવું તે “ઉચિત દાન” છે. થાક, ભાટ, બારોટ વગેરેને જે દાન દેવું તે “કીર્તિદાન ” છે.
૪ આ ગાથા ઉપદેશતરંગિણી (પૃ. ૧૫ )માં છે. આવા ભાવવાળું પદ્ય જૈનધર્મવરઐશની સર્વોપણ વૃત્તિ (B. ર૭)માં છે. આની છાયા નીચે મુજબ છે--
अभयं सुपात्रदानं अनुकम्पा उचितं कीर्तिदानं च। द्वाभ्यामपि मोक्षो भणितः त्रीण्यपि भोगादिकं ददति ॥
છે જેનધર્મવરસ્તોત્રની સ્વોપણ વૃત્તિમાં લગભગ આ મતલબની એક ગાથા છે તેમજ તેને અર્થ પણ ત્યાં ૩૯ મા પૃષ્ઠમાં નજરે પડે છે. આ ગાથા બહુ થોડા ફેરફાર સાથે ઉપદેશતગણું (પૃ. ૧૪ )માં ટાંચણ રૂપે નિર્દેશાયેલી છે અને તેને ભાવાર્થ પણ ત્યાં સુચવવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org