Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૬૪ વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ સુપાત્ર કરતાં કુપાત્રને દાન દેવાની અધિક આવશ્યકતા
શ્લે –“આ લેકમાં સુપાત્ર કરતાં કુપાત્રને વિષે તે ( ભવ્ય જીવ) વિશેષે કરીને દયા કરે, કેમકે શું (વીર) પ્રભુએ સતા એવા (ચ શિક દષ્ટિવિષ) સર્પને બોધ ન આવે ?”—૧૨૯
दययाऽदायि किं नैवा-चार्येण हस्तिमूरिणा? ।
रङ्काय साधवो वेषो, भोजनायोपकारिणा ॥ १३० ॥ પ્રસ્તુતનું સમર્થન –
લે –“વળી શું ઉપકારી આર્યહરિતરિએ દયાથી રંકને ભેજના માટે સાધુ-વેષ આયે ન હતો ?”—૧૩૦ રંકની કથા (સંપ્રતિ રાજેશ્વરના પૂર્વ ભવ)–
સ્પષ્ટી–એક વેળા સંપતિ નરેશ્વર ફરતા ફરતા “ઉજજયિની નગરીમાં આવ્યા. તે વેળા જીવંતસ્વામીની પ્રતિમાની રથયાત્રા જેવાને માટે શ્રીઆર્યમહાગિરિસૂરિ અને શ્રી આર્યસુહસ્તિસૂરિ ત્યાં પધાર્યા. તે બંનેને પરિવાર બહુ મેટ હોવાથી તેઓ પૃથક પૃથક્ સ્થળે ઉતર્યા. જીવંતસ્વામીના રથને વરઘોડો નીકળે તેમાં આ બે આચાર્યએ તેમજ સકળ સંઘે ભાગ લીધો. રથ નગરમાં ફરતો ફરતે રાજદ્વાર આગળ આવી પહોંચે. તે સમયે સંપ્રતિની નજર શ્રી આર્યસુહસ્તિસૂરિ ઉપર પડી. તેમને જોતાં એને વિચાર થવા લાગે કે મેં એમને પૂર્વે કોઈ સ્થળે જોયા હોય એમ જણાય છે, પરંતુ ક્યાં અને ક્યારે તે યાદ આવતું નથી. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેને મૂચ્છ આવી ગઈ. જોકર ચાકરે દોડી આવ્યા અને તેમણે તેને ચંદનના લેપ વગેરે શીતળ ઉપચાર કર્યા. થોડી વારે રાજા બેઠે થે. આ સમયે એને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. તેના પ્રભાવથી એણે જાણ્યું કે શ્રી આર્યસુહસ્તિસૂરિ તે મારા પૂર્વ જન્મના ગુરુ છે. તરત જ તે તેમને વંદન કરવા ગયા અને પંચાંગથી પીઠને સ્પર્શ પૂર્વક પ્રણામ કરી તેણે પૂછયું કે હે ભગવન ! જૈન ધર્મના આરાધનનું ફળ શું? સૂરિજીએ ઉત્તર આપ્યું કે સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ). વળી રાજાએ પૂછ્યું કે સામાયિકનું શું ફળ છે? રાજ્યાદિને લાભ એ અવ્યક્ત સામાયિકનું ફળ છે; વ્યક્ત સામાયિકથી તે મોક્ષ પણ મળે છે, એ જવાબ મળે. એટલે રાજાએ
૧ આના વૃત્તાન્ત માટે જુઓ વીરભક્તામર ( પૃ. ૮૦-૮૧ ). ૨ શ્રી મહાવીર સ્વામીના જીવતાં જે એમની પ્રતિમા ભરાઈ હતી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org