Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૪૬
દાનની પ્રશ’સા કરવાનું કારણ——
શ્લો --“ કુવા, ઝાડ, ભેંસ વગેરે આપતા રહેવાથી તેમાં વધારો થાય છે. ગેમ ન કરવામાં આવે તે તેના નાશ થાય છે. વારતે દાનની પ્રશંસા કરાય છે.''-૧૧૨
વૈરાગ્યરસમજવી
संसाराब्धौ भवेद् दानं, सत्तरण्डं सुखावहम् । कर्मभूभृद्विनाशे हि दानं वज्रसमं मतम् ॥ ११३ ॥
દાનથી કમ'ના વિનાશ---
શ્લો—“ સંસાર-સમુદ્રમાં દાન સુખકારી હોડીછે. વળી તે કર્મ–નૃપતિનો નાશ કરવામાં વજ્ર સમાન મનાય છે. ''-૧૧૩
सद्गतेः कारणं दानं येन सावद्यकारकः ।
रथकारो गतः स्वर्ग, बलभद्रप्रदानतः ॥ ११४ ॥
દાનથી સદગતિની પ્રાપ્તિ---
[ ચતુર્થ
રથકારની કથા
M
શ્લા॰--“ દાન સગતિના હેતુ છે; કેમકે પાપ કરનાર રથકાર, અલભદ્ર (મુનીશ્વર)ને દાન દેવાથી વર્ષે ગયા.”-૧૧૪
Jain Education International
સ્પષ્ટી-વાસુદેવ શ્રીકૃષ્ણને બળરામ નામના મેોટા ભાઈ હતા. દીક્ષા લીધા પછી એક દિવસ તેઓ નગરમાં જઇ ચડયા. ત્યાં કુવાને કાંઠે ઊભેલી સ્ત્રીએ તેમનું રૂપ જોઇ અચંબે પામી ગઇ. એક મહિલા તા આ મુનિવરનું મનોહર રૂપ જોવામાં એવી તલ્લીન બની ગઇ કે ઘડાને સ્થાને પેાતાના પુત્રના કંઠમાં તેણે દોરડું નાંખ્યું. ઘડો જાણીને જેવી તે તેને કુવામાં નાંખે છે કે તેવી જ આ મુનીશ્વરે તેને રોકી. આ પ્રસંગે મુનિવરે વિચાર કર્યાં કે અરેરે મારું રૂપ નરકનું કારણ બને છે, વાસ્તે આજથી હવે મારે કદાપિ શહેરમાં કે ગામડામાં વિહાર ન કરવેા. આ પ્રમાણેના અભિગ્રહ કરી તેઓ વનમાં રહેવા લાગ્યા. ત્યાં કઈ સા આવી ચડે તે જ તે પારણું કરતા. આથી તે તેમની સ્તુતિ કરતાં ઉપદેશતરંગિણીમાં તેના કર્તા શ્રીરત્નમંદિરગણિ કથે છે કે—
For Private & Personal Use Only
www.jainelibrary.org